News
તા. ૮મી જૂને વલસાડ જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક મળશે
માહિતી બ્યુરો વલસાડ તા.૨૮: વલસાડ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની સભા તા.૦૮-૦૬-૨૦૨૧ ને મંગળવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે જિલ્લા પંચાયતના સરદાર વલ્લભભાઈ પટેલ સભાગૃહ ખાતે યોજાશે.
આ બેઠકમાં ગત સભાની કાર્યવાહીને બહાલી આપવી, જિલ્લા પંચાયત વલસાડના સને ૨૦૨૦-૨૧ના વાર્ષિક હિસાબની મંજૂરી આપવા બાબત, સને ૨૦૨૧-૨૦૨૨ ના વર્ષની સ્ટેશનરી ખરીદી અંગે મંજુરી આપવા, જિલ્લા પંચાયત કચેરી વલસાડ માટે કોમ્પ્યુટર ખરીદી અંગે મંજૂરી આપવા, આયુર્વેદિક અને હોમીયોપેથીક નિદાન કેમ્પના બદલે હોમીયોપેથી દવા ખરીદવા તથા કન્ટીજન્સી ખર્ચ અંગેની અંશતઃ હેતુફેર મંજુરી તથા તે અંગેના થનાર ખર્ચની મંજૂરી મળવા બાબત, કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા બાલ રસાયણ ગ્રેન્યુલ્સ પાઉડર ખરીદવા તથા ગંભીર ચેપી રોગોના અટકાયત અને સારવાર માટે આયુર્વેદિક ઉકાળા, દવા ખરીદવા તથા પ્લાસ્ટીક બેગ કપની ખરીદી કરવા બાબત, સિંચાઇ કામોની નિયત ત્રણ વર્ષની સિક્યુરિટી ડિપોઝીટ કામનો લાયાબિલિટી પીરિયડ પૂર્ણ થયા પછી ઈજદારને રિફંડ કરવા, જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા જિલ્લા પંચાયત સ્વભંડોળની વિવિધ યોજનાઓનો સને ૨૦૨૧-૨૦૨૨ માં અમલ કરવા, ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ ની કલમ-૭૩ એએ નિયંત્રિત સત્તા પ્રકારના કેસોમાં નિર્ણય અને અધ્યક્ષ સ્થાને રજૂ થતાં કામો વગેરે મુદ્દા અંગે ચર્ચા વિચાર્ણા કરવામાં આવશે. બેઠકમાં હાજર રહેનારે હાલની કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કોરમના અભાવે મુલતવી રહેલી સભા તે જ દિવસે એક કલાક બાદ મળશે.
આ બેઠકમાં સબંધિતોને સમયસર હાજર રહેવા જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર અને જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ગુલાબભાઈ બી.રાઉત દ્વારા જણાવાયું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment