News
બિનવારસી બાળકને પોતાની પાસે રાખવું તે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ મુજબ ગુનો બને છે
માહિતી બ્યુરો વલસડ તા.૨૪: વલસાડ જિલ્લામાં કોઈ પણ પરિવારથી છૂટા પડેલા બિનવારસી બાળકો અથવા બાળકની જે સંભાળ લેતા હોય તેના દ્વારા ત્યજી દેવાયેલું બાળક કોઇને મળી આવે, ત્યારે આવા બાળકોની જાણ નજીકના પોલીસ સ્ટેશન, ચાઈલ્ડ લાઈન ૧૦૯૮, વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમને ૨૪ કલાકમાં ફરજિયાતપણે કરવાની જોગવાઈ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ-૨૦૧૫ ની કલમ૩૨ માં કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને આવા પ્રકારના બાળકો મળી આવે અને તે વ્યક્તિ કોઈને જાણ કર્યા વિના આવા બાળકને પોતાની પાસે રાખી લે તે કૃત્ય માટે ગુનો આચરેલો ગણી જુવેનાઈલ જસ્ટિસ એક્ટ-૨૦૧૫ ની કલમ-૩૪ મુજબ છ માસની કેદની સજા અથવા દસ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને ભોગવવાને પાત્ર ઠરશે.
કોઈ પણ વ્યક્તિને આવા પ્રકારના બાળકો મળી આવે ત્યારે સૌ પ્રથમ નજીકના પોલીસ સ્ટેશન કે જિલ્લા બાળ સુરક્ષા એકમ વલસાડના ફોન નં.૦૨૬૩૨-૨૪૪૬૬૩ અથવા બાળકો માટે ૨૪ કલાક કાર્યરત ટોલ ફ્રી ચાઈલ્ડ ૧૦૯૮ ઉપર સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.
આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment