ડાંગના જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સાપુતારાના 'રસીકરણ કેમ્પ' ની મુલાકાત લીધી ; પ્રજાજનોને અફ્વાઓથી દુર રહી વેક્સીન લેવાની કરી અપીલ

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૭: ડાંગ જિલ્લામા કોરોના સામેના અમોધ શસ્ત્ર એવા રસીકરણ બાબતે ચાલી રહેલી વિશેષ ઝુંબેશને વેગ આપવા માટે તાજેતરમા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા એ સાપુતારા ખાતેના 'રસીકરણ કેમ્પ' ની મુલાકાત લીધી હતી.
જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો.ડી.સી. ગામીત સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સાપુતારા ખાતે ચાલી રહેલા રસીકરણ કેમ્પની મુલાકાત લઈ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ ૪૫ થી વધુની ઉમરના લાભાર્થીઓને રસીકરણ બાબતે પ્રોત્સાહિત કર્યા હતા. 
વેક્સીન બાબતે પ્રવર્તતી અસમંજસની સ્થિતિ વચ્ચે ગ્રામજનોને સાચી સમજ આપી, શ્રી વઢવાણીયાએ વિસ્તૃત માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ. દરમિયાન પી.એચ.સી. ના મેડીકલ ઓફિસરશ્રી ડો.નિર્મલ પટેલ અને તેમની ટીમે હાજર રહી વેક્સીનેસનની કામગીરી આટોપી હતી.

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close