News
ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે 'વેક્સીન' લીધી ; પ્રજાજનોને અફ્વાઓથી દુર રહી વેક્સીન લેવાની કરી અપીલ
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૭: ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે ગઈ કાલે વેપારી મથક વઘઈ સ્થિત તાલુકા શાળા ખાતે કોરોના સામે રક્ષણ આપતી 'કોવીશીલ્ડ' વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે.
તેમણે કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયેલા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે ડાંગ જિલ્લાના પ્રજાજનોને કોરોના સામેના અસરકારક શસ્ત્ર સમી આ વેક્સીન લઈને સુરક્ષિત થવાનો અનુરોધ કર્યો છે.
જિલ્લાના જનપ્રતીનીધિઓ, અગ્રણીઓ, અને સમાજ સેવકો પ્રજાજનોમા વેક્સીનેસન બાબતે વ્યાપક જાગૃતિ કેળવે તે માટે પણ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે અનુરોધ કર્યો છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment