News
ડોમિનોઝ પિઝા અને મેકડોનાલ્ડની પેટર્ન પર હવે ઝોમેટો અને સ્વિગીએ પણ ઝીરો કોન્ટેક્ટ એટલે કે કોન્ટેક્ટલેસ ફૂડ ડિલિવરી સેવા શરૂ કરી છે.
દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે પોતાના બિઝનેસને બંધ રાખવા માટે ફાસ્ટ ફૂડ ચેઇન કંપની ડોમિનોઝ પિઝા અને મેકડોનાલ્ડની પેટર્ન પર હવે ઝોમેટો અને સ્વિગીએ પણ ઝીરો કોન્ટેક્ટ એટલે કે કોન્ટેક્ટલેસ ફૂડ ડિલિવરી સેવા શરૂ કરી છે.
વાપી તેમજ વલસાડ જિલ્લામાં મોબાઇલ એપ દ્વારા જમવાનો ઓર્ડર ની માંગ વધતા જોમેટો, સ્વિગી તેમજ સેન્ડમી જેવી એજન્સીઓ દ્વારા ઘરે-ઘરે જય ઓર્ડર મુજબ જમવાનું ડીલીવરી કરવા માટે વાપીના ૪૦૦ થી વધુ યુવાનો કામે લાગ્યા છે આ યુવાનોને રોજગારી રૂપે મહેનતાણું મળી રહે તે માટે એજન્સીઓ દ્વારા ઓર્ડર નું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે.
જોમેટો ની વાત કરીએ તો દોઢસો જેટલા યુવાનો પોતાની બાઇક સાથે વાપીમાં ૭૦થી ૯૦ જેટલા રેસ્ટોરન્ટમાંથી જમવાનું પાર્સલ લઇ અને લોકોના ઘર સુધી પહોંચાડે છે એક વ્યક્તિ દિવસ દરમિયાન 20 થી 25 ગ્રાહકોને ઓર્ડર મુજબનો જમવાનું પહોંચાડે છે આ વ્યક્તિને દરેક વોર્ડ અરે ૨૦થી ૪૦ રૂપિયા જેટલું કમિશન મળતું હોય છે આ કોરોના મહામારીમાં યુવાનો આવી એજન્સીઓમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે
વાપી તેમજ વલસાડ જિલ્લામાં કોરોના કહેર વચ્ચે ધંધા રોજગાર સવારે સાત થી બપોરે બે સુધી ખુલ્લા રાખવા ના હોય તેમજ હોટલ અને રેસ્ટોરન્ટમાં ફક્ત પાર્સલ ની સુવિધા ઉપલબ્ધ હોય છે.એવામાં આવી એજન્સીઓમાં કામ કરતા યુવાનોને રોજગારી મળી રહે છે આ યુવાનોના જણાવ્યા પ્રમાણે વેજ નોનવેજ હોટલમાંથી મોટાભાગના ઓર્ડર ગુજરાતી થાળી પનીરની અલગ અલગ વેરાઈટી ગ્રાહકો વધારે મંગાવે છે સાથે સાથે ચાઈનીઝ વસ્તુઓની પણ ગ્રાહકોમાં માંગ જોવા મળી છે એક ડીલેવરી બોય મહિનાના ૯ થી ૧૦ હજાર રૂપિયા કમાઇને પોતાનું ગુજરાન ચલાવે છે કોરોના કાળમાં અમુક કંપનીઓમાં તેમજ ઓફિસમાં 50 ટકાની મર્યાદામાં કામ કરવાનું સરકારે જ્યારે ગાઈડલાઈન બહાર પાડી છે તેવા સમયમાં આ યુવાનોને આવી એજન્સીઓ દ્વારા કામ આપી વાપીના ૪૦૦ થી ૫૦૦ યુવાનોના રોજીરોટી આપવાની સરાહનીય કામગીરી થઈ રહી છે
Previous article
Next article
Leave Comments
Post a Comment