News
કોરોના થી બચવા વપરાતી ચીજ વસ્તુઓમાં 200 થી હજાર ટકાનો વધારો તેમજ ઊંચા ભાવ લેતા વેપારી સામે તંત્ર પગલાં કેમ નથી લઈ રહ્યું
દેશભરમાં જ્યારે કોરોના હાહાકાર મચાવ્યો હોય તેની દવાઓ ઇન્જેક્શનો નો કાળા બજાર કરી રહેલા લોકો પોલીસના હાથે ઝડપાયાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જ્યારે કોરોના થી બચવા વપરાતી ચીજ વસ્તુઓમાં 200 થી હજાર ટકાનો વધારો તેમજ ઊંચા ભાવ લેતા વેપારી સામે તંત્ર પગલાં કેમ નથી લઈ રહ્યું
કોરોના કાળમાં હાલ જે વસ્તુની સૌથી વધુ ઘરગથ્થુ ઉપચાર માટે ઉપયોગ કરવામાં આવે છે તેવી તમામ વસ્તુઓના ૨૦૦ થી ૫૦૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે તેમાં આ ભાવ વધારે ઊંચો છે કે સંગ્રહખોરો દ્વારા કરાયો છે તેની કોઈ તપાસ સરકાર દ્વારા પણ કરવામાં આવી રહી નથી.
કોરોના માં વપરાતી તમામ વસ્તુઓના ભાવ બેફામ રીતે વેપારીઓ ગ્રાહકોને લૂંટી રહ્યા છે પરંતુ સરકારે સિસ્ટમ આ મામલે કોઈપણ ક્રોસ વેરિફિકેશન કરી રહી નથી કોરોનામાં વપરાતી ચીજ વસ્તુઓ સુંઠ, લીંબુ, કપૂર, સંતરા, નારંગી, લીલા નાળિયેર તેમજ અનેક જાતના ફ્રુટ ના ભાવો આસમાની અડી ગયા છે આ વસ્તુઓની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.
સામાન્ય કપુર 200 રૂપિયા કિલો વેચાતું હતું તેનો ભાવ 500 કરાતા વધારે થઈ ગયો છે કપૂર નો ઉપયોગ હાલમાં લોકો પાઉડર બનાવીને વાપરે છે કોરોના માટે બેસ્ટ ગણાય છે સૂંઠનો નો ભાવ ૨૦૦ રૂપિયા કિલો હતો જે 500 ને પાર થઈ ગયો છે જ્યારે લીલા નાળિયેર 30 ની જગ્યાએ 50થી 70 રૂપિયા સુધી પહોંચી ગયા છે નાળિયેર સામાન્ય દિવસોમાં 20થી 30 રૂપિયા નો ભાવ લેવાતો હતો એ ભાવ આજે આસમાન સુધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે
જ્યારે મોસંબી અને નારંગી નો ભાવ રૃપિયા કરતાં વધારે છે આ ઉપરાંત લીંબુ નો ભાવ 50 ની જગ્યાએ ૮૦થી ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે આમ કોરોના સિસ્ટમને રોકના આ તમામ વસ્તુઓના ભાવ માં રાતોરાત ઉછાળો જોવા મળ્યો છે
આ મામલે સરકારી તંત્ર આ ભાવવધારો રોકવા માટે સદંતર નિષ્ફળ નીવડી હોય એવું ચિત્ર ઊપસ્યું છે ખરેખર આવા સંગ્રહખોર વેપારી તેમજ ઊંચા ભાવો લેતા વેપારી સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવાય તેવી લોકોની માંગ ઉઠી રહી છે
આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment