News
પારડી રાણા પરિવાર ને ત્યાંથી ગણેશ ચતુર્થી ના તહેવાર અવસરે ઓસ્ટ્રેલિયા, સિંગાપોરથી લઇ સુરત, દહાણુ સુધીના ભક્તો ગણેશજીની પ્રતિમા લઇ જતા હોય છે.
જીવન ના વિઘ્ન ને દૂર કરનાર ભગવાન શ્રી ગણેશજીના તહેવાર નિમિતે પારડી શહેરમાં છેલ્લા 70 વર્ષથી અવનવી વિવિધ ડિઝાઈનમાં ગણેશજીની માટીની પ્રતિમા બનાવતા પારડી રાણા પરિવાર ને ત્યાંથી ગણેશ ચતુર્થી ના તહેવાર અવસરે ઓસ્ટ્રેલિયા, સિંગાપોરથી લઇ સુરત, દહાણુ સુધીના ભક્તો ગણેશજીની પ્રતિમા લઇ જતા હોય છે.
રાણા પરિવારના બટુક અવતાર તરીકે ઓળખાતા સચિન અને કિરીટ રાણા તેમના પિતાશ્રી ના વારસામાં ઉતરેલ કળા ભગવાન ની દેન હોવાનું જણાવતા સચિને હાલમાં દરેક કલાકારોએપીઓપી ના બદલે માટીની મૂર્તિ બનાવવાનું આગ્રહરાખવા જણાવ્યું હતું.
ગત કોરોના કાળ સમયે ગણેશ ચતુર્થી પર્વ ની સરકારે સૌ ને ઘરે જ મૂર્તિ લાવી ઉત્સવ મનાવવા જણાવ્યું હતું. જેના કારણે મૂર્તિકારો બેરોજગાર બન્યા હતા. ત્યારે આ વર્ષે ગણેશ પર્વ ની ઉજવણી વચ્ચેની બાધા દૂર કરવા સરકારને કરી અપીલ કરી હતી.
પારડી ના મૂર્તિકાર સચિન રાણા એ જણાવ્યું હતું કે આખા વર્ષ દરમ્યાન પોતાની કલાથી મૂર્તિ બનાવી ગુજરાન ચલાવતા હોય છે ત્યારે સરકાર કોરોના ગાઇડલાઇન મુજબ છૂટછાટ આપે એવી આશા વ્યક્ત કરી હતી. મૂર્તિકારો એ ગત વર્ષ ના જેમ દોઢ થી બે ફુટ ની મૂર્તિ બનાવવાની હાલ તૈયારી શરુ કરી દીધી છે.
પરંતુ આ વર્ષે ગણેશ ચતુર્થી વિષે સરકાર ના જાહેરનામા અત્યાર સુધી બહાર ન પડતા મૂર્તિકારો મૂંઝવણ માં મુકાયા છે. તેમજ ગ્રાહકો ની માંગ મુજબ અવનવી ડિઝાઇન માં કોરોના વાળી મૂર્તિ બનાવવામાં આવી છે. ત્યારે મૂર્તિકારો સરકારના જાહેરનામા ની રાહ જોઈને બેઠા છે.
આ ન્યૂઝ રિપોર્ટિંગ અને તસવીરો સૌજન્ય અમૃતભાઇ પારડી રિપોર્ટર
Previous article
Next article
Leave Comments
Post a Comment