News
નેશનલ હાઇવે નંબર 48 સુપર અકસ્માત સર્જાયો આઈસર ટેમ્પાના ચાલક ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો કોઇ જાનહાનિ નહીં
અહેવાલ અમૃતભાઇ પારડી
પારડી નેશનલ હાઇવે નંબર 48 પરથી આજરોજ સવારે વાપી થી ગુંદલાવ જતો આઈસર ટેમ્પો નંબર GJ17UU3702 પ્રજાપતિ હોલ સામેનો હાઇવે બ્રિજ ઉતરતા સમયે એક ટ્રક ના પાછળ ધડાકાભેર ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ટ્રક ના પાછળ ઘુસી જતા ટેમ્પાના કેબીનનો ભાગનો ભુક્કો બોલાઈ ગયો હતો. ટેમ્પો ચાલક યુવરાજ આંનદા અયેરામ રહે. ગુંદલાવ દયાનગરને શરીરે ગંભીર ઇજા પહોંચતા પારડી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
ટેમ્પો ચાલકને બંને પગમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું છે. જો કે ટ્રક ચાલક ઘટના સ્થળે થી ફરાર થઇ ગયો હતો. અકસ્માત બાદ પણ ટેમ્પો હાઇવેના વચ્ચોવચ પડી રહેતા અન્ય વધુ એક અકસ્માત થવાની ભીતિ સર્જાઇ હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment