News
ધ્રુમપાન કરવાથી ફેફસાના કેન્સર પણ થઇ શકે છે ટોબેકો દિવસે તબીબનો અનુરોધ
આજે વિશ્વ નો-ટોબેકો દિવસ ઉજવી રહ્યુ છે. તમાકુ ગુટખા ખાવાથી મોં અને ગળાના કેન્સર થઇ શકે છે.
સ્મોકીંગ (ધ્રુમપાન) કરવાથી અનેક પ્રકારની બીમારીઓ તેમજ ફેફસાના કેન્સર પણ થઇ શકે છે.
દરેક નાગરિક ન થુંકવાના સોગંધ લેવા જોઇએ અને જાહેરમાં થુંકવાનુ બંધ કરી દેવુ જોઇએ. આ માટે સરકાર દ્વારા કાયદાઓ બનાવામાં આવ્યા જ છે પણ તેનું કડક પાલન કરવું એ આપણાં હાથમાં છે. આપણે ધરતીને માતા કહીએ છીએ અને એના ઉપર જ થુંકીએ છીએ.
સામાન્ય રીતે લોકો ગુટખાં પાન-માવા વગેરે ખાઇને રસ્તા ઉપર શૌચાલયોમાં સ્કુલ-કોલેજ, હોસ્પિટલો,મલ્ટી સ્ટોર્સ,બિલ્ડીંગમાં લીફટ,દાદરા અને ખુણાના ભાગમાં થુંકતાં જોવા મળે છે. આવા લોકો જાણે-અજાણે અનેક રોગોને ફેલાવે છે અને રોગોને આમંત્રે છે. દેશને નિરોગી બનાવામાં મદદ કરીએ.
Previous article
Next article
Leave Comments
Post a Comment