News
ભાનુશાલી મહિલાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. મૃતક મહિલાની માતાએ તેમની પુત્રીને પતિ સહિત સાસરિયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
વાપીની 24 વર્ષીય ભાનુશાલી પરિવારની મહિલાએ ગુરૂવારે બપોરે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ કેસમાં મૃતક મહિલાની માતાએ તેમની પુત્રીને પતિ સહિત સાસરિયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
ચણોદના મણીનગર સ્થિત અલકનંદા એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશ મૂરજી ભાનુશાલીની 24 વર્ષીય પત્ની અનિતાએ ગુરૂવારે પોતાના બેડરૂમમાં ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું.
આ કેસમાં ડુંગરા પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકની માતા સોનલબેન દામાએ રહે. શાસ્ત્રી નગર, જામનગર પોલીસ નિવેદનમાં સાસરિયા સામે કેટલાક ગંભીર આક્ષેપ કર્યા હતા.
જેઠાણી રેખાબેન સુરેશ ભાનુશાલી અને સાસુ દમયંતિબેન ભાનુશાલી છાસવારે ઝઘડો કરીને પતિને ચઢામણી કરીને ત્રાસ અપાવતી હતી. આ અંગે અનિતા એ તેમની માતાને અનેક વખત ફરિયાદ કરી હતી.
જોકે, સાસરિયા દ્વારા ત્રાસ આપવાનું બંધ ન કરાતા આખરે તેમણે આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું. ડુંગરા પોલીસે મૃતક મહિલાની ફરિયાદ નોંધી જેઠાણી રેખાબેન, સાસુ દમયંતિબેન, જેઠ સુરેશભાઇ અને પતિ ભાવેશ ભાનુશાલી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment