News
વલસાડમાં મહિલાએ બિલ્ડીંગ ઉપર થી છલાંગ મારી આત્મહત્યા કરતા લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે પોલીસે મહિલાની લાશ પીએમ મોકલી તપાસ હાથ ધરી
અહેવાલ અમૃતભાઇ પારડી
વલસાડ ના છીપવાડ વિસ્તાર માં એક એપાર્ટમેન્ટમાં રહેતા આધેડ વય ની મહિલા એ બીમારીથી કંટાળી જઈ બિલ્ડીંગ ના ટેરેશ પરથી પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ ને પગલે સમગ્ર વિસ્તાર માં શોક નું મોજું ફેલાયું હતું. આ બનાવ અંગે સ્થળ પરથી મળતી વિગતો પ્રમાણે વલસાડ ના છીપવાડ વિસ્તાર માં આવેલા મોતીવીલા એપાર્ટમેન્ટ ના રૂમ નંબર 302 માં રેહતા ગતારામ કુંમાની ના પત્ની નવુબાઈ ઉ.વ. 58 છેલ્લા ત્રણ મહિના થી બીમાર હતા. અને તેમની સારવાર ચાલી રહી હતી. અને આ બીમારી ને લીધે તેઓ કંટાળી ગયા હતા. આજરોજ વહેલી સવારે તેઓ ઘરમાં કોઈ ને જાણ કરિયા વિના બિલિડિંગ ના ટેરેશ પર આશરે 4:30 વાગ્યા ના સુમારે ગયા હતા. અને તેમણે બિલિડિંગ ના ટેરેશ પરથી કૂદકો મારી આત્મહતિયા કરી લીધી હતી.
નવાઈની વાત એ જયારે ટેરેશ પરથી નીચે કૂદકો મારતા વીજતાર પર પડ્યા હતા. જેને લઈને ધડાકા ભેર અવાજ આવતા લોકો દોડી આવ્યા હતા. અને વીજ તાર તૂટી જવા થી આ વિસ્તાર માં વીજ પુરવઠો બંધ થઇ ગયો હતો.
આ બનાવને પગલે 108 એમ્બ્યુલન્સ ને જાણ કરવા માં આવી હતી. અને પોલીસ પણ દોડી આવી ઘટના ની તાપસ હાથ ધરી હતી. અને નવુબાઈ ના મૃતદેહ ના પીએમ માટે વલસાડ ની સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો. અને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment