IPL-14ની બાકી મેચોની તારીખ થઈ જાહેર : 10 ઓક્ટોબરના રોજ યોજાઈ શકે છે ફાયનલ

આઈપીએલ 20221 દરમિયાન ખેલાડીઓ કોરોના પોઝીટીવ આવતાં પોસ્ટપોન્ડ રહેલી બાકીની IPL મેચોનું આયોજન હવે 19 સપ્ટેમ્બરે યુએઈમાં થઈ શકે છે. તો આ ટુર્નામેન્ટની ફાઈનલ 10 ઓક્ટોબરે રમાઈ શકે છે. 
            રિપોર્ટ મુજબ બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ટુર્નામેન્ટની બાકીની મેચો 3 હપતામાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં 10 ડબલડેકર મુકાબલા હશે.
     IPL 2021ને કોરોના વાયરસના કહેરને પગલે ટાળી દેવી પડી હતી. આ દરમિયાન 29 મેચો રમાઈ ચૂકી હતી. જ્યારે કે 31 મેચોનું આયોજન થવાનું બાકી હતું. રિપોર્ટ મુજબ બીસીસીઆઈનું કહેવું છે કે 3 અઠવાડિયાની અંદર જ 31 મેચોનું આયોજન કરાવવું ઈનફ છે.
    21 દિવસમાં જ ભારતીય બોર્ડના પ્લાન મુજબ 7 સિંગલ મુકાબલા અને 4 પ્લેઓફ મુકાબલા અને 10 ડબલ ડેકર કરાવવાનો વિચાર છે.
    રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડ સિરિઝને નાની કરવાને લઈને બીસીસીઆઈ અને ઈંગ્લેન્ડ બોર્ડ વચ્ચે કોઈ વાત થઈ નથી. ભારત ઈંગ્લેન્ડ સિરીઝ પોતાના નિર્ધારિત સમયે જ શરૂ થશે અને પૂરી થશે. આ IPL સિરિઝ 4 ઓગસ્ટથી શરૂ થઈને 14 સપ્ટેમ્બર સુધી ચાલશે. 
 આ સિરિઝ પછી ભારતીય ખેલાડીઓ સીધા જ ત્યાંથી યુએઈ માટે ઉડાન ભરવાની સંભાવના છે. રિપોર્ટ મુજબ ખેલાડીઓ એક બબલથી બીજા બબલમાં જશે એવામાં તેમને ફક્ત ત્રણ દિવસ જ ક્વોરન્ટિન રહેવું પડશે.
   બીસીસીઆઈના અધિકારીના જણાવ્યા મુજબ લીગ શરૂ થવાની તારીખ સ્ટેક હોલ્ડરને 18થી 20 સપ્ટેમ્બર જણાવાઈ રહી છે. 19 સપ્ટેમ્બરે શનિવાર છે. બોર્ડ લીગને વિકએન્ડ તારીખથી ચાલુ કરવા માગે છે. આ રીતે ફાઈનલ 9 અથવા 10 ઓક્ટોબરે થઈ શકે છે. 
      ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ 14 સપ્ટેમ્બરે પૂરો થાય છે. આ પછી હનુમા વિહારી અને અભિમન્યુ ઈશ્વરને છોડીને તમામ ખેલાડીઓ યુએઈ પહોંચશે.એક ફ્રેન્ચાઈઝી એ આ વાતની પુષ્ટિ કરી છે કે આ બાબતમાં બીસીસી આઈનો એક પત્ર મળ્યો છે. જેમાં ટીમ અધિકારીએ કહ્યું કે અમને ટુર્નામેન્ટ 15થી 20 સપ્ટેમ્બર વચ્ચે તૈયાર રહેવા જણાવ્યું છે.
આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close