મોરબીમાંથી ભેળસેળયુકત નકલી Remdesivir Injection નું ગુજરાત વ્યાપી રેકેટ પકડી કુલ રૂ . ૨,૭૩,૭૦,૫૭૦ / - ના મુદામાલ સાથે છ ઇસમોને પકડી પાડતી મોરબી એલ.સી.બી.

હાલમાં ચાલતી કોવી ૧૯ મહામારીમાં કોરોના પોઝીટીવ દર્દીઓને આપવામાં આવતી Remdesivir Injection ની અછતના કારણે અમુક ઇસમો ઇજેકશનોનુ ડુપ્લીકેશન તથા બ્લેકમાર્કેટીંગ કરી વેચાણ કરતા હોવાની આમ જનતામાંથી ફરીયાદો મળતી હોય આ બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટના શ્રી સંદિપસિંહ સાહેબએ પોલીસ અધિક્ષકશ્રી મોરબીના સુ બોધ ઓડેદરા સાહેબને આ બાબતે મોરબી જિલ્લામાં કડક અને અસરકારક કાર્યવાહી કરવા સુચના આપેલ 
જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.બી.જાડેજા એલ.સી.બી. મોરબીનાઓ તથા સ્ટાફના માણસો ઉપરોકત કાર્યવાહી કરવા કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. મોરબીના પો.હેડ કોન્સ , સંજયભાઇ મૈયડ તથા જયવંતસિંહ ગોહીલને બાતમીરાહે હકિકત મળેલ કે , મોરબી શકિત ચેમ્બર -૦૨ પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બર -૦૩ માં ઓમ એન્ટીક ઝેન નામની ઓફીસ દુકાન વાળો રાહુલ લુ વાણા તેના સાગરીતો સાથે મળી ભેળસેળયુ કત નકલી Remdesivir Injection નો જથ્થો રાખી કોરોના સંક્રમીત દર્દીઓ તથા તેના ગ્રા વ્હાલાઓ સાથે ઠગાઇ કરવાના ઇરાદે ઉચા ભાવે ઇજેકશનોનું વેચાણ કરતા રાહુલ અશ્વિનભાઇ કોટેચા તથા રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઇ હીરાણી / લુ વાણા રહે બન્ને મોરબી વાળાઓને કુલ -૪૧ નંગ Remdesivir injection કી.રૂ. ૧,૯૬,૮૦૦ / તથા ઇન્જકશનોના વેચાણના રોકડા રૂપીયા- ૨,૧૫,૮00 / - સહીત ના જથ્થા સાથે પકડી પાડી બન્ને વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવી . પો.સ્ટે . ખાતે ઍ પાર્ટ ગુ.ર.નં .૦૯૩૪૪૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૨૭૪,૨૭૫,૩૦૮ , ૪૨૦,૩૪,૧૨૦ બી , તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ -૩,૭,૧૧ , તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૩ , વિ . મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ 
 ઉપરોકત બન્ને ઇસમો પાસેથી મળી આવેલ ઇન્જકશનો કયાંથી અને કોની પાસેથી લાવેલ તે બાબતે પુછપરછ કરતા આશીફભાઇ રહે . જુહાપુ રા અમદાવાદ વાળા પાસેથી સદરહુ ઇજેકશનો જથ્થો લાવેલાની હકીકત જણાવતા હોય જેથી તાત્કાલીક એલ.સી.બી , મોરબીની એક ટીમ બનાવી ઉપરોકત ઇસમ તથા વધુ નકલી ઇજેકશનનો જથ્થો કબજે કરવા અમદાવાદ ખાતે ટીમ રવાના કરતા અમદાવાદ ખાતે જઇ અમદાવાદ શહેર ડી.સી.બી પોલીસની મદદ મેળવી જુહાપુરા ખાતે રેઇડ કરતા સપ્લાયર મહમદઆશીમ ઉર્ફે આશીફ તથા રમીઝ કાદરી વાળાના રહેણાંક મકાનેથી ભેળસેળ યુકત નકલી Remdesivir Injection નં ૧૧.૭૦ કી.રૂ. પ ૬,૧૬,000 / - તથા ઇજેકશનના વેચાણના રોકડા રૂપીયા- ૧૭,૩ ૭,૭૦૦ / - ના વધુ જથ્થા સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી .
 આ બન્ને આરોપીઓની અમદાવાદ ખાતે વધુ પુછપરછ કરતા સદરહુ ઇન્જકશનો જથ્થો સુરતના કૌશલ વોરા પાસેથી લાવતા હોવાનું જણાવેલ તેમજ બીજો જથ્થો પણ મંગાવેલ હોવાનું જણાવેલ હોય જેથી તાત્કાલીક એક ટીમને સુરત ખાતે મુખ્ય સુત્રધાર કૌશલ વોરાના તપાસમાં રવાના કરવામાં આવેલ અને બીજી ટીમને અમદાવાદ ખાતે કૌશલ વોરા દ્વારા મોકલવામાં આવનાર ઇજેકશનના વધુ જથ્થા અંગે કાર્યવાહી કરવા રોકી રાખવામાં આવેલ હતી જે પૈકી સુરત ખાતે ગયેલ પોલીસ ટીમે કૌશલ વોરાની તપાસ કરતા હકિકત મળેલ કે , કૌશલ વોરાએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરાત ગામે એક ફાર્મહાઉસ ભાડે રાખી ફાર્મ હાઉસમાં ડુપ્લીકેટ Remdesivir Injection બનાવવાનું કામ કરતો હોય જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદ મેળવી રેઇડ કરતા આ ફાર્મહાઉસ ખાતે કૌશલ મહેન્દ્રભાઇ વોરા રહે.અડાજણ , સુરત તથા તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહ રહે . મુંબઇ થાણવાળાઓ ડુપ્લીકેટ Remdesivir Injection બનાવવાની સામગ્રી સાથે ડુપ્લીકેટ ઇન્જકશનો બનાવતા અન્ય પાં ચ ઇસમો સાથે ઝડપાઇ જવા પામેલ હતા .
 આ ફાર્મહાઉસમાં આરોપીઓના કજામાં થી Remdesivir Injection ને ગ -૧૬૦ કી.રૂ. ૭,૬૮,૦૦૦ / - તથા ઇન્જકશનો વેચાણના રોકડા રૂપીયા રૂપીયા ૭૪,૭૦,000 / - તથા લેપટોપ નં -0૧ કી.રૂ. ૧,૭૫,000 / - તથા ડીજીટલવજન કાં ટા , કીમ્પીન મશીન , Remdesivir Injection ના સ્ટીકરો નંગ -૩૦,૦૦૦ , તથા ખાલી બોટલો , બોટલ બુ ય તથા ઇનોવા કાર વિગેરે સાથે મળી આવેલ હતી 

આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close