SBPP બેંકમાં સભાસદ મૃત્યુ સહાય યોજના શરૂ કરવા કવાયત હાથ ધરી અને સહકારી બેંકથી માર્ગદર્શન મેળવામાં આવશે.

સરદાર ભીલાડવાળા બેન્કની ગુરૂવારે મળેલી બોર્ડ બેઠકમાં આરબીઆઇના રૂલ્સ મુજબ બોર્ડ ઓફ મેનેજમેન્ટ (બીઓએમ) રચવા અંગેની ગાઇડલાઇનની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 1 માસમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાનું નકકી કરાયુ હતું. જયારે સભાસદ મૃત્યુ સહાય યોજના પુન: શરૂ કરવા અંગે અન્ય સહકારી બેન્કોમાંથી માર્ગદર્શન મેળવામાં આવશે. ત્યારબાદ ફરી આ યોજના શરૂ કરવા એવી ચર્ચા બેઠકમાં કરાઇ હતી.
    ભીલાડવાળા બેન્કની બોેર્ડ ઓફ ડિરેકટર્સની બેઠક ગુરૂવારે ચેરમેન જીતુભાઇ દેસાઇના અધ્યક્ષતામાં મ‌ળી હતી. બેઠકમાં શરૂઆતમાં બેન્કના વિકાસ માટેની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ આરબીઆઇની સૂચના મુજબ નવા બોર્ડ અોફ મેનેજમેન્ટ રચવા અંગે ડિરેકટરોએ પોતાના અભિપ્રાયો આપ્યા હતાં. હેમંત ભગતે આરબીઆઇની રૂલ્સ મુજબ બીઓએમ રચવા અંગેનું સૂચન કર્યુ હતું.
   બીઓએમની ગાઇડલાઇનની માહિતી રજુ થયા બાદ એક માસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો હતો. ચેરમેન જીતુભાઇ દેસાઇએ જણાવ્યુ હતું કે 29મે કો-ઓપરેટિવ બેન્કોની બેઠક છે. ડિવિડન્ડની પ્રોવિઝન અંગે જે પરિપત્ર આવ્યો છે તે મુજબ અન્ય સહકારી બેન્કો પાસેથી માગદર્શન લઇ સભાસદ મૃત્યુ સહાય યોજના શરૂ થાય તે દિશામાં કામગીરી કરાશે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close