રીક્ષા ચાલક દારૂ આપી જતો હતો જે ગ્રાહકને વેચાણ કરતો વાપી ટાઉનના મેટ્રો ગેસ્ટ હાઉસનો મેનેજર જ દારૂ વેચતા ઝડપાયો

વાપી ટાઉન સ્થિત જૂના રેલવે ફાટક નજીક આવેલી ગેસ્ટ હાઉસનો મેનેજર જ કાઉન્ટર પરથી દારૂનું વેચાણ કરતા ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી 9 નંગ બોટલ દારૂ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે. હાલમાં લોક ડાઉન અને કોરોના મહામારીને લઇને ગેસ્ટ હાઉસમાં ગ્રાહકોની સંખ્યા ખૂબ જ ઓછી છે. એવા સંજોગમાં વાપી ટાઉન સ્થિત જૂના રેલવે ફાટક નજીક આવેલી મેટ્રો ગેસ્ટ હાઉસમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની બાતમી એલસીબીને મળી હતી.
 આ બાતમીના આધારે એલસીબીએ બુધવારે રાત્રે મેટ્રો ગેસ્ટ હાઉસમાં રેઇડ કરી હતી. ગેસ્ટ હાઉસના કાઉન્ટર ઉપર તપાસ કરતા ત્યાંથી એક થેલીમાં રાખેલ 9 નંગ દારૂની બોટલ મળી હતી. પોલીસે ગેસ્ટ હાઉસના મેનેજર જયંતકુમાર અનોદાકાન્તો દાસની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. ગેસ્ટ હાઉસમાં જ દારૂનું વેચાણ કરતા મેનેજર જયંત દાસે જણાવ્યું કે, આ દારૂની બોટલ જિતુ રીક્ષા ચાલક નામક વ્યક્તિ આપી જતો હતો.
આ ન્યૂઝ ની  તસવીર  સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close