News
યુવા વર્ગ જેની રાહ જોઈએ બેઠા હતા જે વેક્સિન મુકવા પારડી માં યુવા યુવતીઓમાં અનેરો ઉત્સવ દેખાયો 18 થી 44 વર્ષના લોકોએ પોતાના મોબાઈલ પર ઓન લાઈન રજીસ્ટેશન કરવા પડાપડી
વલસાડ જિલ્લામાં યુવા વર્ગ જેની રાહ જોઈએ બેઠા હતા તેઓના સપના આજે સાકાર થયા હતા જેમાં પારડી તાલુકાના વિસ્તારમાં આવેલ બાલદા પરીયા, ઓરવાડ ઉમરસાડી વગેરે સીએચસી ખાતે યુવા યુવતીઓ જેઓ 18 થી 44 વર્ષના ઓએ તેમના મોબાઈલ પર થી ઓનલાઇન રજીસ્ટેશન કરાવ્યું હતું જેઓને રજીસ્ટેશન કરવા અંગે યુવાનોએ માહિતી મેળવી અને ત્યારબાદ વેક્સિન ના લોટ મુજબ લેવામાં આવી હતી વેક્સિનેશન મૂકવા આવેલ યુવા યુવતીઓ એ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ એ વૅક્સિન લેવી જરૂરી છે
તસવીર અક્ષય દેસાઈ
અગાઉ 45 વર્ષ ના ઉપર ના લોકો એ વૅક્સિન ની રસી લીધી હતી અને 18 થી 44 વર્ષના આજે વેક્સિન લેવા આવેલ યુવા યુવતીઓમાં અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે વિકસિન લેવામાં કોઈ પણ પ્રકરની આડ અસર થતી નથી માત્ર થોડો તાવ અથવા માથું દુખવાની અસર ભાગ્યેજ જોવા મળતી હોય છે અમુક યુવા વર્ગો એ વિકસિન લેવા માટે સુરત સુધી પ્રાઇવેટ હોસ્પિટલ માં જઈ લઇ આવ્યા હતા અને ત્યાં રૂ 900 જેટલા ચુકવવામાં પણ આવ્યા છે ત્યારે આપડા ઘર આંગણે સરકાર દ્વારા વિના મુલ્યે રસી મુકવાના અભિયાન માં સૌએ સાથ અને સહકાર જરૂરી છે
વેક્સિન મુકવા માટે રજીસ્ટેશન ની પક્રિયા કર્યા બાદ જ તેઓને વેક્સિન મૂકવામાં આવશે ખાસ કરી ને નજીક ના આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન મુકવા જતા હોય ત્યારે ત્યાં ભીડ ન કરવી ખાસ કરીને માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જેથી કોરોના સંક્રમિત થી આપડે બચી શકીએ અને સરકારના કોરોના ગાઈડ લાઈન નું પાલન કરવું ખુબજ અગત્ય નું છે
Previous article
Next article
Leave Comments
Post a Comment