News
પારડી ઓડિટોરિયમ હોલ માં કોરોના સેવા યજ્ઞ અભિયાન અંતર્ગત કોરોના વોરિયર્સ કર્મચારીઓને રાસન કીટ વિતરણ કરાયું
પારડીમાં નગરપાલિકાના માજી વડાપ્રધાન મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ માં આજરોજ કોરોના સેવા યજ્ઞ અભિયાન અંતર્ગત મહામહિમ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રત જી પ્રેરિત કોરોના વોરિયર્સ કર્મચારીઓને રાસન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો
તસવીર અક્ષય દેસાઈ
અહીં આજ રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં પારડી પ્રાંત અધિકારી કચેરી સાથે પારડી મામલતદાર કચેરી પારડી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સાથે તમામ ચોથા વર્ગના કર્મચારીઓને પારડીના ના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ પારડી પ્રાંત અધિકારી સી.પી.પટેલ ના હસ્તે રાસન કીટ આપવામાં આવી હતી કોરોના દરમિયાન સેવા આપનારા આ ચોથા વર્ગના કર્મચારીઓ ની કામગીરી ધારાસભ્યશ્રી અને પ્રાંત અધિકારીશ્રીએ બિરદાવી હતી
તસવીર અક્ષય દેસાઈ
કોરોના મહામારી ની ખરાબ પરિસ્થિતિમાં પણ કામ કર્યું એ તમામ કોરોના વોરિયર્સ છે અભિનંદનને પાત્ર છે એમના માટે રાજ્યપાલ ગુજરાત શ્રી એ રાસન કીટ આપવાનું નક્કી કર્યું જે ખૂબ જ ઉપયોગી નીવડશે તમામ કર્મચારી ભાઈ-બહેનોએ રાસન કે સ્વીકારી હતી અને આનંદ વ્યક્ત કર્યો હતો
તસવીર અક્ષય દેસાઈ
એમને રાસન કીટ મળી પારડી પાલિકાના પ્રમુખ હસમુખભાઈ રાઠોડ ઉપપ્રમુખ સંગીતાબેન પટેલ આરોગ્ય સમિતિના ચેરમેન ભાવનાબેન અજીતભાઈ પટેલ માજી પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ માજી કારોબારી ચેરમેન દેવેનભાઇ શાહ સદસ્ય કિરણ ભાઈ મોદી પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ પારડીના મામલતદાર નિરવ પટેલ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાચી બેન તમામ ના હસ્તે રાસન કીટ કર્મચારીઓને આપવામાં આવી હતી રાસન કીટ વિતરણ માં કઠોળ ચણાની દાળ તેલ ચોખા કોરોના વોરિયર્સ તમામ કર્મચારીઓને વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પારડી નગરપાલિકાના તમામ કર્મચારી સ્ટાફ હાજર રહ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment