News
અગાઉ ઓનલાઇન રિઝર્વડ ટિકિટ બુકિંગ પર 5 ટકાની છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ હવે યુપીઆઈ તરફથી રેલ્વે કાઉન્ટર પર ટિકિટ બુકિંગની ચુકવણી પર પણ છૂટ મળશે.
કોવિડ -19 (COVID-19) ની બીજી લહેરમાં, ભારતીય રેલ્વેએ મુસાફરોની સલામતી માટે મોટો નિર્ણય લીધો છે. ટિકિટ બુકિંગ દરમિયાન રોકડ ચુકવણી ટાળવા માટે રેલવેએ ટિકિટ પર છૂટની ઘોષણા કરી છે. યુપીઆઈ દ્વારા પીઆરએસ કાઉન્ટર પર રિઝર્વડ ટિકિટ બુકિંગની ચુકવણી પર હવે 5 ટકાની છૂટ મળશે.
મુસાફરો આવતા વર્ષની 12 જૂન સુધી યુપીઆઈ પેમેન્ટ પર 5% ડિસ્કાઉન્ટની સુવિધા મેળવી શકશે. કોરોના સંક્રમણ સમયે મુસાફરોને રોકડ ચુકવણી ટાળવા માટે રેલ્વેએ આ નિર્ણય લીધો છે. યુપીઆઈ દ્વારા ચુકવણી કરવા પર, મુસાફરોને તે પીએનઆર પર લેવામાં આવેલા તમામ મુસાફરો પર છૂટ મળશે.
ભારતીય રેલ્વેએ કેટલીક વિશેષ ટ્રેનોના ફેરા વધાર્યા છે. રેલ્વેએ વિશેષ ટ્રેનની પાંચ જોડીના ફેરા વધાર્યા છે. તે જ સમયે, ફક્ત કન્ફ્રર્મ ટિકિટવાળા રેલ્વે મુસાફરો જ આ વિશેષ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. યાત્રાની યોજના કરનારાઓને ઝોનલ રેલ્વે દ્વારા મુસાફરી દરમિયાન બોર્ડિંગ, મુસાફરી તેમજ ગંતવ્ય અને કોવિડ રોગચાળા સંબંધિત તમામ નિયમોનું પાલન કરવા વિનંતી છે. અન્ય વિગતો સાથે વિસ્તૃત ટ્રિપવાળી વિશેષ ટ્રેનોની સૂચિ આપવામાં આવી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment