News
દમણના ડાભેલ વિસ્તારમાં આવેલ કોર્નર પોઇન્ટ બિલ્ડીંગમાં બીજા માળે રહેતા યુવકે પોતાના ફ્લેટમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી
દમણના ડાભેલ ખાતે રોયલ ગાર્ડન સામે આવેલ કોર્નર પોઇન્ટમાં બીજા માળે રહેતા યુવકે પોતાના ફ્લેટમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને PM માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
ડાભેલમાં કોર્નર પોઇન્ટ બિલ્ડિંગના બીજા માળે એક યુવકે આત્મહત્યા કરી હતી. મળતી વિગત મુજબ દમણના ડાભેલ સ્થિત રોયલ ગાર્ડન સામે આવેલ કોર્નર પોઇન્ટ નામના બિલ્ડિંગના બીજા માળેથી એક વ્યક્તિની આત્મહત્યાની ઘટના સામે આવી છે. કોર્નર પોઇન્ટના બીજા માળે રહેતા 35 વર્ષીય સાગર જસવંતે ગુરુવારે સાંજે 6.30 વાગ્યે પોતાના ફ્લેટમાં અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી.
મૃતક સાગર જસવંતની પત્નીએ જણાવ્યું હતું કે તે કામ પર ગઈ હતી. અને જ્યારે તે ઘરે પરત ફરી હતી, જ્યારે સાગર ઘરનો દરવાજો ખોલતો ન હતો, ત્યારે તેની પત્નીએ ઘરની ચાવી વડે ઘરનો દરવાજો ખોલ્યો હતો, અને પોતાના પતિને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા હતપ્રભ બની ગઈ છે. બનાવની માહિતી મળતાં દમણ પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
જોકે, સાગરની આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. સાગરે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે પોલીસે હાલ વધુ તાપસ હાથ ધરી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment