News
સંઘ પ્રદેશ દમણથી ગુજરાત રાજયમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરનાર ઇસમને પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો.
સંઘ પ્રદેશ દમણ ખાતેથી ગુજરાત રાજયમાં ખુબ જ મોટા પાયે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને પાસા અટકાયતમાં લેવા સારૂ પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ (IPS), સુરત વિભાગ, સુરત નાઓના માર્ગદર્શન હેઠળ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજા (IPS) નાઓની સુચના મુજબ એલ.સી.બી. વલસાડના પોલીસ ઇન્સ્પેકટર નાઓએ સંઘ પ્રદેશ દમણ ખાતેથી ગુજરાત રાજયમાં ખુબ જ મોટા પાયે ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા પ્રોહી. બુટલેગર ધર્મેશભાઇ ભગુભાઇ ધો.પટેલ સામે પાસાનું શસ્ત્ર ચલાવવા સારૂ તેઓના વિરૂધ્ધમા નોંધાયેલ ગુન્હાના સાધનિક કાગળો એકઠા કરી પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, વલસાડ નાઓ તરફ મોકલી આપેલ હતી. જે પાસા દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભવ્ય વર્મા સાહેબ નાઓએ મંજુર કરી સદર ઇસમને પાસા હેઠળ અટકાયત લઇ મધ્યસ્થ જેલ, રાજકોટ ખાતે કેદ રાખવાનો હુકમ કરતા એલ.સી.બી. ટીમ દ્વારા સદર ઇસમને પાસા હેઠળ અટકાયતમાં લઇ આરોપી ધર્મેશભાઇ ભગુભાઇ ધો પટેલને મધ્યસ્થ જેલ, રાજકોટ ખાતે અટકાયતમાં રાખવા સારૂ મોકલી આપેલ છે.
આરોપી વિરૂધ્ધમાં વલસાડ જીલ્લામાં દાખલ થયેલ પ્રોહી ના ગુનાઓઃ
(૧) ડુંગરી પો.સ્ટે ૧૧૨૦૦૦૧૯૨૫૦૫૫૧/૨૦૨૫ પ્રોહી એકટ કલમ-૬૫એઇ,૮૧,૯૮(૨),૧૧૬(ખ) તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૩૬(૨),૩૩૬(૩),૩૪૦(૨) મુજબ ગુન્હામાં પકડાયેલ મુદામાલ બોટલ નંગ-૧૨૦૦, કિ.રૂ.૯૫,૪૦૦/-
(૨) વલસાડ રૂરલ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૦૦૧૧૦૨૫૦૦૫૫/૨૦૨૫, પ્રોહી એકટ કલમ ૬પએઇ. ૯૮(૨), ૮૧, ૧૧૬(ખ) તથા જુવેનાઇલ જસ્ટીસ એકટ ૨૦૧૫ની કલમ-૭૮ મુજબ
ગુન્હામાં પકડાયેલ મુદામાલ બોટલ નંગ-૬૨૪, કિ.રૂ.૫૨,૮૦૦/-
(3) પારડી પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૦૦૩૮૨૪૨૧૯૦/૨૦૨૪, પ્રોહી એકટ કલમ ૬પએઇ.મુજબ ગુન્હામાં પકડાયેલ મુદામાલ બોટલ નંગ-૨૬૪, કિ.રૂ.૨૭,૬૦૦/-
Previous article
Next article
Leave Comments
Post a Comment