News
જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે બલેનો કારના ચોરખાનાઓમાં ચોરીછુપીથી દમણથી વલસાડ લઇ જવાતા કિ.૩,૭૮,૮૬૪/-ના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો
એલ.સી.બી વલસાડને મળેલ બાતમી હકીકતના આધારે મોજે.પારડી ને.હા.નં.૪૮, મુંબઇથી સુરત જતા રોડ ઉપર બાતમી વાળી એક બ્લુ કલરની મારૂતી સુઝુકી બલેનો કાર નં. GJ-15-CL-6667 ની ડીકીના ભાગે સ્ટેપની ટાયરના નીચેના ભાગે બનાવેલ ચોરખાનામાં ભરેલ ભારતીય બનાવટની વ્હીસ્કી/વોડકા /બિયરની બાટલી/ટીન નંગ-૨૮૮ (૬૭.૨૦૦ લીટર) કિ.રૂ.૭૮,૮૬૪/- તથા અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૫.૮૩.૮૬૪/- ના પ્રોહી મુદામાલ સાથે કાર ચાલક પ્રતિક જયંતિલાલ ધોડીયા પટેલને પકડી પાડી પ્રોહી મુદામાલ કબજે કરવામાં આવેલ છે. અને પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપી વિરૂધ્ધ કાયદેસર થવા સારૂ અ.પો.કો. દશરથ જગદીશભાઇ ભરવાડ નાઓએ પારડી પો.સ્ટે. ખાતે શ્રી.સત. ફરીયાદ આપેલ છે. અને પકડાયેલ આરોપી તથા કબજે કરેલ મુદામાલનો કબજો લઈ વધુ તપાસ અર્થે પારડી પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરેલ
પકડાયેલ આરોપી:-
કાર ચાલક :- પ્રતિક જયંતિલાલ ધોડીયા પટેલ ઉ.વ.૩૮ રહે. ભદેલી, દેસાઇપાર્ટી, મણીવીલા એપાર્ટમેન્ટ ફલેટ નં.બી-૧૦૩, કોસ્ટલ હાઇવે, તા.જી.વલસાડ
વોન્ટેડ આરોપી.-
(૧) પ્રોહી જથ્થો ભરી આપનાર:- સુનીલ રહે. દમણ જેના પુરાનામ સરનામાની ખબર નથી
કબજે કરેલ મુદામાલઃ-
(૧) એક બ્લુ કલરની મારૂતી સુઝુકી બલેનો કાર નં.GJ-15-CL-6667 કિ.રૂ.4,00,000/-
(૨) વિદેશી દારૂ વ્હીસ્કી/બીયરની બાટલી/ટીન નંગ-૨૮૮ કિ.રૂ.૭૮,૮૬૪/-
(૩) અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/-
ફલ્લે કિ.૩.૫.૮૩,૮૬૪/-
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-
નવસારી જીલ્લાના ગણદેવી પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં૦૭૩૮/૨૦૧૯ પ્રોહી એકટ કલમ કપએઇ, ૮૧, ૯૮(૨), ૧૧૬(૫) મુજબ
કામગીરી કરનાર ટીમ:-
સુંદર કામગીરી એલ.સી.બી વલસાડના પોલીસ ઈન્સ્પેક્ટર ઉત્સવ બારોટ સા.નાઓ અને માર્ગદર્શન આધારે એલ.સી.બી. વલસાડના પો.સ.ઈ.શ્રી જે.બી.ધનેશા તથા સ્ટાફના એ.એસ.આ કિરશનભાઇ યાદવ તથા અ.પો.કો. દશરથ જગદીશભાઈ ભરવાડ તથા અ.પો.કો. વિવેક ધનશ્યામાં નાઓએ ટીમ વર્કથી કરેલ છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment