News
ડાંગ જિલ્લામા આજથી પાંચ સ્થળોએ ૧૮ થી ૪૪ વર્ષના યુવાનોને 'વેકસીન' અપાશે - કલેકટર શ્રી ભાવિન પંડયા
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૪: રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમા 'કોરોના' ને ઝડપથી નિયંત્રણમા લાવવાના ઉદેશ્યથી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે મુજબ તા.૪થી જૂનથી રાજ્યના તમામ જિલ્લાઓમા ૧૮ થી ૪૪ વર્ષની વયજૂથના લોકોને પણ વેકસીન આપવામા આવી રહી છે. જેના માટે રાજ્યભરમા ૧ર૦૦ વેક્સિનેશન સેન્ટર્સ પરથી દરરોજ સવા બે લાખ યુવાઓને વિનામૂલ્યે વેક્સિન આપવાનુ આયોજન કરાયુ છે.
આ સંદર્ભે ડાંગ જિલ્લાની વાત કરીએ તો તા.૫ જૂન થી જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા સ્થિત 'ડાંગ દરબાર હોલ' ખાતે, તથા સુબિર, વઘઇ, અને શામગહાન ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્ર, અને ગિરિમથક સાપુતારાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, એમ પાંચ સ્થળોએ 'વેકસીનેસન' કાર્યક્રમ હાથ ધરાશે. દરરોજના ૨૦૦ લાભાર્થીઓના લક્ષ્યાંક સાથે હાથ ધરાનારી આ કામગીરી માટે ડાંગ જિલ્લાનુ આરોગ્ય તંત્ર વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તૈયાર છે, તેમ ડાંગ કલેક્ટરશ્રીએ જણાવ્યુ છે.
૧૮ થી ૪૪ વર્ષની વયજૂથના યુવાનો ને તેમણે કરાવેલા રજીસ્ટ્રેશનના આધારે SMS થી, વેક્સિનેશન માટેનુ સ્થળ, તારીખ અને ટાઇમ સ્લોટની જાણ કરાશે. તે મુજબ તેમણે વેક્સિન લેવાની રહેશે, તેમ પણ તેમણે ઉમેર્યું છે.
સાથે સાથે ૪પ થી વધુ વયજૂથના લોકોને પણ દરરોજ વિનામૂલ્યે વેક્સિન આપવાની કામગીરી જિલ્લામા ચાલી રહી છે. જે નિયત સ્થળ અને સમયે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આપવામા આવી રહી છે.
ડાંગ જિલ્લાના ૧૮ થી ૪૪ વર્ષની વયજૂથ ધરાવતા યુવાનોને ઝડપથી રસી લેવા માટે સરકારના કો-વિન પોર્ટલ ઉપર (www.cowin.gov.in) તેમના મોબાઈલથી રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. તેમ પણ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ વધુમા ઉમેર્યું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment