News
ઉમરગામ તાલુકાના ફણસા ગામના ઇસમે પોતાની પત્ની પર ચાકુથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા પત્ની નું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ
ઉમરગામ તાલુકાના ફણસા ગામના મિટનાવાડમાં રહેતા પુનિત મિટના નામના ઇસમે પોતાની પત્ની મમતા મીટના પર ચાકુથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા પત્નીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ છે. જ્યારે પતિ આ હૂમલો કરી ફરાર થઈ ગયો છે. મૃતક મમતા 2 સંતાનોની માતા હતી.
જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામે રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા પુનિત મીટના ના લગ્ન મમતા મિટના સાથે થયા હતાં. જે બાદ પુનિત વારંવાર પત્ની સાથે ઝઘડો કરતો હોય અને ચારિત્ર્ય પર શંકા રાખતો હોય તેમજ એક વાર તેને સળગાવવાની પણ કોશિશ કરી હોય મમતા પોતાના 2 સંતાનો સાથે તેના પતિને છોડી પોતાના પિયરે આવી ગઈ હતી.
પિયરે રહેલી પત્નીને પરત લઈ જવા પુનિત અવારનવાર તેના સાસરે આવતો હતો.જો કે તે બાદ મમતાના પિતા તેમની દિકરીને ફરી દોજખ માં નાખવા માંગતા ના હોય તેમણે મમતાને તેમના પતિ સાથે મોકલી નહોતી એટલે ગુસ્સે ભરાયેલા પુનિતેં ગુરુવારે સાંજે મમતાને મળવા બોલાવી તેના પેટ, છાતી અને ગળા ના ભાગે ચાકુથી હુમલો કરી ફરાર થઈ ગયો હતો. જેમાં ઘાયલ મમતાને સારવાર માટે પહેલા ભિલાડ અને તે બાદ વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યુ હતું.
સમગ્ર મામલે મૃતક મહિલાના ભાઈએ બનેવી સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. મૃતક મહિલાનું પોસ્ટમોર્ટમ કરી મૃતદેહનો કબ્જો તેમના પરિવારને સોંપ્યો હતો. બે સંતાનની માતા પર તેના જ પતિએ ચાકુથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment