યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા યુવક અને તેની પત્નીની ધરપકડ કરવામાં આવી

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સલવાવ ખાતે રહેતા એક પરિણીત મુસ્લિમ યુવકે પોતે હિન્દૂ અને તેના પાલક માતા પિતા મુસ્લિમ હોવાનું જણાવી હિંદુ યુવતીને પ્રેમ જળમાં ફસાવી હતી. યુવતી સાથે તેની મરજી વિરૂદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીને યુવકની તમામ હકીકત ખબર પડે તે પહેલાં યુવકે તેનો અશ્લિલ વીડિયો સોશ્યલ મીડિયાના માધ્યમથી મોકલીને યુવતીને પણ તેનો અશ્લિલ વીડિયો મોકલવા દબાણ કરતો અને મરી જવાની ધમકી આપતા યુવતીએ તેનો નગ્ન વિડીયો યુવકને મોકલકવ્યો હતો. યુવકની પત્ની દ્વારા યુવતીના માતા પિતાને મોકલી આપવાની ધમકી આપી યુવકે યુવતીને યુવક સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરાવતો હતો. બનાવ અંગે યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા યુવક અને તેની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુસ્લિમ યુવક અને તેની પત્નીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના પારડી સલવાવ ખાતે રહેતો વસીમ કમાલભાઈ મન્સૂરી પોતે મુસ્લિમ હોવા છત્તા પ્રેમ સંઘણીયા નામ ધારણ કરીને એક હિન્દુ યુવતીને પ્રેમ જળમાં ફસાવી હતી. યુવતીને પોતે હિન્દૂ છે અને પાલક માતા પિતાએ દત્તક લીધો છે. તેમ જણાવ્યું હતું. યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને વિધર્મી યુવકે યુવતી સાથે યુવતીની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા.
યુવકે યુવતીને પોતાનો અશ્લિલ વીડિયો મોકલાવી યુવતીનો નગ્ન વીડિયોની માંગણી કરી હતી. યુવતીનો અશ્લિલ વિડીયો યુવકના હાથ લાગતાની સાથે યુવકે સોશ્યલ મીડિયાના માધ્યમથી યુવતીનો વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. યુવકની પત્ની પણ યુવતીના માતા પિતાને વીડીયો મોકલી આપવાની ધાકધમકી આપીને યુવક સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતી હતી.
યુવતીએ કંટાળીને વલસાડ સાઇબર ક્રાઇમની ટીમનો સંપર્ક કરીને વિધર્મી યુવક અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. સાઇબર ક્રાઇમની ટીમે તાત્કાલિક વસીમ કમાલભાઈ મન્સૂરી અને શબનમ વસીમ મન્સૂરીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close