News
જેના નામમાં ઇન્દ્ર સમાયેલ છે એવા પોષણ આપનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે : પુરાણી સ્વામી શ્રી સ્વામિ નારાયણ ગુરુકુળ, સલવાવ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદિનની ઉજવણી સંસ્થાન વિવિધ શૈક્ષણિક એકમો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે નરેન્દ્રભાઈ મોદીના જીવન કવન અંગે પ્રસંગ સંવાદ, સંતોના આશીર્વચન, બેટી બચાવો, બેટી પઢાવોના રાજ્યના કન્વીનરના નેજા હેઠળ “ સશક્ત નારી સુરક્ષિત નારી” ના ટ્રેનર દ્વારા બહેનો માટે સ્વ રક્ષણ તાલીમ શિબિર તથા ૭૧૦ આંબા કલમ વિતરણ જેવા અનેક વિધ કાર્યક્રમો થયા હતા.
સંસ્થાના વચનામૃતમ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષિકા જ્યોતિબેન પંડ્યા તથા કોમલ શાહ દ્વારા પ્રસંગ સંવાદ રજુ કર્યો હતો જેમાં નરેન્દ્રભાઈ મોદીજીના જીવનની ઝાંખી કરાવી હતી. વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિને આશીર્વચન આપતા પૂજ્ય પુરાણી સ્વામીએ જણાવ્યું કે વરસાદ વરસાવી જેમ ઇન્દ્ર પોષણ આપે છે એમ જેના નામમાં ઇન્દ્ર સમાયેલ છે તેવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ખરે ખર દેશનું પોષણ કરી રહ્યા છે. પૂજ્ય કપિલ સ્વામીજી એ જણાવ્યું કે દેશમાં પહેલાની અન્ય સરકાર જે પ્રશ્નોને અડવાથી પણ ડરતા હતા તે નરેન્દ્રભાઈ મોદીએ એક ઝાટકે કરી નાખ્યા જેમાં આર્ટીકલ ૩૭૦, ૩૫ એ હટાવવાના મહત્વના કાર્યો છે. ઉપરાંત રામ મંદિર નિર્માણ, ત્રિપલ તલાક જેવા કાર્યોની પણ વિસ્તૃત છણાવટ કરી આ કાર્યો નરેન્દ્રભાઈ મોદી જ કરી શકે તેવું સ્પસ્ટ જણાવ્યું હતું. પૂજ્ય રામ સ્વામીજી એ જણાવ્યું કે ભારતનું નામ વિશ્વમાં રોશન કરનાર અને ભારત દેશ પ્રત્યે વિશ્વને નોંધ લેતું કરનાર વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. આ ઉપરાંત ઉત્તમભાઈ પટેલ એ પણ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ ૭૧ વર્ષ થયા હોય ૧ વર્ષની ૧૦ આંબા કલમ એ ગણતરીએ ૭૧૦ આંબા કલમનું ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું હતું
બેટી બચાવો બેટી પઢાવો ના ગુજરાત પ્રદેશ કન્વીનર ડૉ. શૈલેશ લુહારના નેજામાં વડાપ્રધાનના જન્મ દિવસના ઉપલક્ષમાં ‘સશક્ત નારી સુરક્ષિત નારી’ ના કેડેટ ભુમિત દેસાઈની ટીમ દ્વારા ધોરણ ૯ થી ૧૨ અને ફાર્મસી કોલેજની વિદ્યાર્થી બહેનોને સ્વરક્ષા તાલીમ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ટ્રસ્ટી મંડળના સભ્યો,ડાયરેક્ટ ડો શૈલેશ લુહાર, ડાયરેક્ટ હિતેનભાઈ ઉપાધ્યાય,આચાર્યગણ ચન્દ્રવદન પટેલ, ડો.સચિન નારખેડે, શ્રીમતી મિનલ દેસાઈ, શ્રીમતી રીના દેસાઈ, શ્રીમતી આશા દામા, શ્રીમતી નીતુ સિંગ , શ્રીમતી નીતુ સિંગ તથા શિક્ષકવૃંદ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment