પારડી નગરના વિવિધ સાર્વજનિક ગણેશ મંડળો, સોસાયટીઓ, ઘરો માં ગણેશની સ્થાપના કરવામાં આવી છે. જે પ્રતિમાઓનું વિસર્જન કુત્રિમ કુંડ માં કરવા આગ્રહ કર્યો

પારડી શહેરમાં દર વર્ષે ગણેશોત્સવ દરમ્યાન ભક્તો ધામધૂમથી ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે . ગણેશ ભક્તો પોતાના ઘરે , સોસાયટીમાં અને સાર્વજનિક પંડાલમાં સ્થાપન કરે છે. અનંત ચૌદશ સુધી ભક્તિભાવથી તેનું પૂજન અર્ચન કરે છે અને તે બાદ વાજતે ગાજતે તેનું વિસર્જન કરે છે. 
જો કે આ વખતે કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખી મૂર્તિ વધુમાં વધુ 4 ફૂટની અને તેના દર્શન માટે તેમજ આરતીમાં 15 વ્યક્તિથી વધુ વ્યક્તિને પ્રવેશ નહિ , મહાપ્રસાદના આયોજન નહિ , વિસર્જન નદીમાં નહીં કરી કૃત્રિમ કુંડ માં જ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. અને જે તે નગરની પાલિકાને કુત્રિમ કુંડ માં વિસર્જન માટે બનાવવાની જવાબદારી સરકારે સોંપી છે. ત્યારે પારડી નગર પાલિકા દ્વારા આજરોજ ગણેશ વિસર્જન માટે દમણીઝાંપા તળાવ ની પાળ જળદેવી માતાજીના મંદિર પાસે કુત્રિમ કુંડ બનાવી વિસર્જન માટે વ્યસવ્થા કરવામાં આવી છે. જેની પારડી નગરમાં પાલિકા એ રીક્ષા માં માઈક-સ્પીકર દ્વારા જાણ કરવામાં આવી હતી. આ કુત્રિમ કુંડ બનાવવા અંગે પાલિકાના પ્રમુખ હસુભાઈ રાઠોડ, કારોબારી અધ્યક્ષ ગજાનન માંગેલા એ જણાવ્યું હતું કે પારડી નગરના વિવિધ સાર્વજનિક ગણેશ મંડળો, સોસાયટીઓ, ઘરો માં ગણેશની સ્થાપના કરવામાં આવી છે.
જે પ્રતિમાઓનું વિસર્જન કુત્રિમ કુંડ માં કરવા આગ્રહ કર્યો હતો. જયારે વીએચપી પારડી પ્રમુખ યતીન પ્રજાપતિ, તેમજ હોદ્દેદારો કાર્યકર્તા ઓ એ થોડા દિવસ અગાઉ શ્રીજી ની પ્રતિમાનું વિસર્જન બાબતે પાલિકા ચીફ ઓફિસર ને કુત્રિમ કુંડ બનાવવા માટે રજુઆત કરવામાં આવી હતી. જે રજુઆત ને ધ્યાને લઇ આજે પાલિકા એ વિસર્જન માટે કુત્રિમ કુંડ બનાવ્યો છે. જેનો વીએચપી એ પાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો.  અહીં પારડી ચંદ્રપુર માંગેલા લાઈફ સેવર યુવાનોની ટીમ શ્રીજીની પ્રતિમા કુત્રિમ કુંડમાં વિસર્જન માટે સેવા આપશે. 
આ ન્યૂઝ ની તમામ તસવીરો અક્ષય દેસાઈ દ્વારા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close