News
શ્રીજી ની પ્રતિમા ને પારડી કંસારવાડ મૂર્તિકાર રાણા આર્ટ બહુચર માતાજીના મંદિર પાસે રહેતા સચિન રાણા ના ત્યાંથી શ્રીજી ની મૂર્તિને ભક્તો લેવા માટે પધાર્યા હતા.
કોરોના કાળમાં આજથી ગણેશોત્સવ નો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે પારડી શહેરમાં વિવિધ સાર્વજનિક મંડળો, સોસાયટી, ઘરે-ઘરે ગણેશ ચોથ ના પવિત્ર દિવસે શ્રદ્ધાળુ ભક્તોએ માટીની શ્રીજી ની પ્રતિમા ને પારડી કંસારવાડ મૂર્તિકાર રાણા આર્ટ બહુચર માતાજીના મંદિર પાસે રહેતા સચિન રાણા ના ત્યાંથી શ્રીજી ની મૂર્તિને ભક્તો લેવા માટે પધાર્યા હતા.
અને ઉત્સાહભેર વાજતે-ગાજતે દુંદાળા દેવ ને લાવી પારડીમાં ભક્તો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. જેમાં પારડી સાંઈ શાંગ્રીલા સોસાયટી માં આ વર્ષે કોરોના મહામારી વચ્ચે કોરોના ગાઇડલાઇન ના નિયમો માં સોસીયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટરાઇઝ તેમજ કોરોના વોરિયર્સ ડોક્ટર, નર્સ, પોલીસ, આર્મી, ના થીમ નું ડેકોરેશન કરી પારડી નગર માં આકર્ષણ જમાવ્યું છે.
દેવોમાં પ્રથમ પૂજનીય ગણપતિ બાપ્પા ની પૂજા આરતી કોરોના ગાઇડલાઇન સાથે કરવામાં આવી હતી. જેમાં પારડી સાંઈ શાંગ્રીલા સોસાયટી સુલભનગર, બાલાખાડી, ભંડારી સ્ટ્રીટ, શ્રીરામ ચોક, વાણીયાવાડ, કહાર વાડ, મોદી સ્ટ્રીટ, શાકભાજી માર્કેટ, કંસારવાડ, પટેલ સમાજ ની વાડી, તુલસી ક્યારા દમણી ઝાપા વગેરે વિવિધ મંડળો માં રાબેતા મુજબ મંડપ પાડીને શ્રદ્ધાળુ ભક્તોએ ભૂદેવોના મંત્રોચાર સાથે ચાર ફૂટ ની મર્યાદામાં કોરોના ગાઇડલાઇન મુજબ માટીની ગણેશજી ની પ્રતિમાઓ ની સ્થાપના કરી હતી. વહેલી સવારના પૂજામાં જોડાઓ બેઠા હતા અને ગણપતિ બાપા ની વિધિ માતા ગૌરી અને પિતા મહાદેવ સાથે પૂજન થયા બાદ મોદક અને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવ્યા હતા. જો કે પારડી નગરમાં શ્રીજીની પ્રતિમા નું વેચાણમાં મૂર્તિકારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
પારડી પંથકમાં ગણેશ ઉત્સવ ઉજવણી માં ભક્તોએ ઠેરઠેર ગણેશ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરી છે વિઘ્નહર્તા શ્રી ગણેશજી કોરોના જેવી ગંભીર બીમારી થી લોકોને રાહત મળે એવી પ્રાર્થના કરી હતી. તેમજ પારડી તાલુકાના ગામડાઓમાં પણ રાબેતા મુજબ કોરોના ગાઈડલાઈન મુજબ મંડળો દ્વારા ગણપતિ બાપા ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. તો કેટલાક લોકોએ પોતાના ઘરોમાં ગણપતિ બાપા ની પ્રતિમા સ્થાપિત કરી હતી. જો કે કોરોના કાળને લઇ દેશભરમાં તહેવારોની ઉજવણી થઇ શકી ન હતી. ત્યારે આ વર્ષે વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપનાની મંજૂરી મળતા જ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે પારડી શહેર અને પંથકમાં ગણેશોત્સવ નિમિતે ભક્તિમય વાતાવરણ સર્જાયું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment