'વિકાસ પુરુષ'ના જન્મ દિવસે ડાંગમા યોજાયા શ્રેણીબદ્ધ કાર્યક્રમો ;વ્યાપક રસીકરણ ઝુંબેશ સાથે 'ગરીબોના બેલી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી' કાર્યક્રમો સહીત ગ્રામવિકાસ વિભાગના વિકાસકામોનો કરાયો પ્રારંભ .

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૭: 'વિકાસ પુરુષ' તરીકે વિશ્વમા ખ્યાતિ પ્રાપ્ત કરનાર ગુજરાતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસને અનેકવિધ ગરીબલક્ષી કાર્યક્રમોના આયોજન થકી, જન્મદિવસની ભેટ આપતા ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાએ ત્રણેય તાલુકાઓમા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ આયોજન કર્યું છે.
કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાના મખ્ય મથક આહવાના ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત ઉપસ્થિત રહ્યા હતા. તો ડાંગના પ્રવેશ દ્વારા અને મુખ્ય વેપારી મથક એવા વઘઈ ખાતે ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ વેળા સ્થાનિક પદાધિકારીઓ સહીત પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત, મામલતદાર શ્રી સી.એ.વસાવા સહિતના અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વઘઈ ખાતે ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે 'વિકાસ પુરુષ'ના જન્મ દિવસને છેવાડાના માનવીઓ સુધી વિકાસના કામો, અને લાભો પહોંચાડીને ઉજવવાની કાર્યપદ્ધતિનો ખ્યાલ આપ્યો હતો. આ વેળા ગ્રામ વિકાસ વિભાગ સહીત જિલ્લા બાળ સુરક્ષા એકમ, પુરવઠા વિભાગના લાભાર્થીઓને જુદા જુદા યોજનાકીય લાભોના વિતરણ સાથે, તાલુકાના જે ગામોમા સો ટકા વિક્સીનેસન થયુ છે તેવા ગામોના સરપંચોને સન્માનિત પણ કરાયા હતા.
વઘઈ ખાતે ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે વડાપ્રધાન શ્રીના જન્મદિવસે આયોજિત વ્યાપક રસીકરણ ઝુંબેશમા ભાગ લઈ સ્વયં રસીનો બીજો ડોઝ લઈને પ્રજાજનોને રસી બાબતે સમાજમા પ્રવર્તતી ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાથી દુર રહી, પોતાના તથા પોતાના પરિવારની સુરક્ષા માટે સૌને રસી લેવા અનુરોધ કર્યો હતો. 
ઉલ્લેખનિય છે કે,ડાંગ જિલ્લામા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે ૧૩૩ સ્થળોએ આરોગ્ય વિભાગના ૭૦૦ જેટલા કર્મયોગીઓ દ્વારા વ્યાપક રસીકરણ ઝુંબેશ હાથ ધરીને, એક જ દિવસે ૧૮ હજાર ૭૦૦ લક્ષિત લાભાર્થીઓના રસીકરણનો લક્ષ નિર્ધાર કરાયો છે.
આજ કાર્યક્રમની શૃંખલામા ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ પણ મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા શિંગાણા સહિતના ગામો, અને સરહદી ચેકપોસ્ટ ઉપર તેમની ટીમ સાથે વેક્સીનેસન સાઈટની જાતમુલાકાત લઈ, આ કાર્યક્રમની અગત્યતા સ્પષ્ટ કરી હતી.
ને તેમના જન્મ દિવસે સમગ્ર ડાંગ જિલ્લાવતી શુભકામના ઓ પાઠવતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળ ભાઈ ગાવિતે ડાંગ જિલ્લામા આયોજિત કાર્યક્રમોની રૂપરેખા આપી હતી.વડાપ્રધાનશ્રીના પ્રજા ભિમુખ કાર્યક્રમો, અને યોજનાઓને કારણે છેક છેવાડાના માનવીઓના જીવન ધોરણમા પણ પરિવર્તન આવ્યુ છે, તેમ જણાવતા પ્રમુખશ્રીએ ડાંગ જિલ્લામા રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓના સથવારે 'ગરીબોના બેલી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી' શીર્ષક હેઠળ આયોજિત કાર્યક્રમનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો.
આહવાના ડાંગ દરબાર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પ્રાસંગિક વક્તવ્ય આપતા આહવા તાલુકા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી કમળાબેન રાઉતે રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓની ઝાંખી રજૂ કરી હતી.
દરમિયાન શાબ્દિક સ્વાગત આહવાના મામલતદાર શ્રી ધવલ સંગડાએ કર્યું હતુ. જ્યારે આભારવિધિ આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરીએ આટોપી હતી.દીપ પ્રાગટય સાથે શરૂ થયેલા આ કાર્યક્રમ દરમિયાન 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના' ની દસ્તાવેજી ફિલ્મના નિદર્શન સાથે રાજ્ય કક્ષાના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ પણ મહાનુભાવો સાથે ઉપસ્થિત લાભાર્થીઓ, અને નગરજનોએ નિહાળ્યુ હતુ. તો આરોગ્ય, પુરવઠા, અને સમાજ સુરક્ષા વિભાગના લાભાર્થીઓને વિવિધ લાભો પણ એનાયત કરાયા હતા.
કાર્યક્રમમા જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી હેતલબેન ચૌધરી, શિક્ષણ સમિતિ અધ્યક્ષા શ્રીમતી નિલમબેન ચૌધરી, આહવા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી દિપકભાઇ પીમ્પ્લે સહિતના પદાધિકારીઓ, નિવાસી અધિક કલેકટર શ્રી પી.એ.ગામીત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ડી.એન.ચૌધરી સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.
'રસિકરણ અભિયાન' :
તા.૧૬મી સપ્ટેમ્બર, ૨૦૨૧ની સ્થિતિએ ડાંગ જિલ્લાના ૧૮+ વય ધરાવતા લક્ષિત ૧ લાખ ૦૭ હજાર ૭૨૨ લોકોને (૫૯.૦૩ ટકા) વેકસીનનો પ્રથમ ડોઝ, અને ૨૬ હજાર ૪૫૫ (૨૪.૫૬ ટકા) લોકોને  બીજો ડોઝ આપી દેવામા આવ્યો છે.જિલ્લામા વેકસીનેસન બાબતે પ્રવર્તતી કેટલીક ગેરમાન્યતાઓ, અને અંધશ્રદ્ધામાંથી ગ્રામજનોને બહાર આવી, સમયસર રસી લેવાનો અનુરોધ કરતા ડાંગ જિલ્લા વહીવટી તંત્રે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે.
ડાંગ જિલ્લામા તાજેતરમા જ કોરોના ના નવા ત્રણ કેસો સામે આવ્યા છે, ત્યારે સંભવિત સંક્રમણની શકયતાઓને ગંભીરતાપૂર્વક લઈ, સૌને કોરોના સામેના 'અમોઘ શસ્ત્ર' એવા વેકસીનેસન  કાર્યક્રમમા સહયોગ આપવાની અપીલ કરતા જિલ્લાના વહીવટી તંત્ર, સાથે જનપ્રતિનિધિઓએ સંભવિત આપદાઓને પહોંચી વળવા માટે ફરી વાર અપીલ કરી છે.વડાપ્રધાનશ્રીના જન્મ દિવસે ડાંગ જિલ્લાના કાર્યક્રમમા જે ગામમા સો ટકા વેકસીનેસન પૂર્ણ થયુ છે, તેવા ૩૦ ગામોના સરપંચોને સન્માનિત કરાયા હતા. જ્યારે એક જ દિવસે ૧૮ હજાર ૭૦૦ જેટલા લક્ષિત પ્રજાજનોને રસી આપવાના ઝુંબેશરૂપ કાર્યનો પ્રારંભ પણ કરાયો હતો.
'મુખ્યમંત્રી બાળ સેવા યોજના'
  કોવિડ-૧૯ દરમિયાન અનાથ બનેલા કે માતાપિતા પૈકી કોઈ એકને ગુમાવનારા બાળકોના ઉછેર માટે આર્થિક સહાય પુરી પાડવાની યોજના એટલે 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના'. આ યોજના હેઠળ આજે એક અનાથ બાળક સહિત એક વાલી ધરાવતા ૪૨ બાળકોને આર્થિક સહાય વિતરણ કરવામા આવી હતી.
  'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના' :
  ભારત સરકારની ફ્લેગશીપ યોજના એટલે 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના'. આ યોજના હેઠળ ડાંગ જિલ્લાના ૧૯ હજાર ૫૨૯ લાભાર્થીઓને વિના મૂલ્યે ગેસ જોડાણ આપવામા આવ્યા છે. પાત્રતા ધરાવતા પરિવારોને સ્વચ્છ ઇંધણ પૂરુ પાડીને તેમના સ્વાસ્થ્યની જાળવણીના ઉમદા હેતુ ધરાવતી આ યોજના અંતર્ગત એક ભરેલા ગેસ સિલિન્ડર સાથે ગેસ સ્ટવ, રેગ્યુલેટર, અને રબર પાઇપ આપવામા આવે છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close