આદિવાસી મહિલા અને તેના અપંગ પુત્ર માટે પોતાના સ્વખર્ચે ઘર બનાવી આપવાની પહેલ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ઘરનું મુહરત કર્યું હતું.

વાપી નગરપાલિકામાં વોર્ડ નંબર 7ના નગરસેવક દિલીપ યાદવે તેમના વોર્ડમાં 100 વર્ષથી ઝૂંપડામાં રહેતા એક આદિવાસી મહિલા અને તેના અપંગ પુત્ર માટે પોતાના સ્વખર્ચે ઘર બનાવી આપવાની પહેલ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે પાલિકાના પ્રમુખની ઉપસ્થિતિમાં ઘરનું મુહરત કર્યું હતું.
આ અંગે વાપી નગરપાલિકાના વોર્ડ નમ્બર 7ના સભ્ય એવા દિલીપ યાદવે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તે છેલ્લા 25 વર્ષથી આ પરિવારને આ રીતે જોતા આવ્યાં છે. આ આદિવાસી પરિવાર અહીં 100 વર્ષથી રહે છે. આ જમીન તેમની ના હોય તેના દસ્તાવેજી પુરાવાના અભાવે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવી શકાય તેમ નથી. એટલે સ્વખર્ચે જ મકાન બનાવી આપવાનું બીડું ઝડપ્યું છે.  
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બરે જન્મ દિવસ હોય. જેની ઉજવણીના ભાગરૂપે જરૂરિયાતમંદને મદદરૂપ થઇ શકાય તેવી ભાવના સાથે તેઓ દર વર્ષે એક ઘર વિહોણા પરિવારને પોતાના સ્વખર્ચે ઘર બનાવી આપે છે. ગત વર્ષે તેમણે ઝૂંપડામાં રહેતા રતિલાલ પટેલને અંદાજિત 1 લાખ આસપાસના ખર્ચે ઘર બનાવી આપ્યું હતું. આ વખતે પણ એટલા જ ખર્ચે આદિવાસી મહિલા ચમરી બેનને ઘર બનાવી આપવા પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં ખાત મુહરત કર્યું હતું. ચમરી બેન અહીં ઝૂંપડામાં પોતાના અપંગ પુત્ર સાથે રહે છે. તેમને સંડાસ-બાથરૂમ સાથેનું 10x12નું પાકુ ઘર અને ઘર પાસે જ રોજગારી મળી રહે તે માટે એક નાનકડી દુકાન બનાવી આપવાનું આયોજન દિલીપ યાદવનું છે.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે પણ દિલીપ યાદવની સેવાને બિરદાવી પાકું ઘર મેળવનાર ચમરીબેનને  શુભેચ્છા પાઠવી નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી માં સહભાગી થવાની ખુશી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે દિલીપ યાદવ ગરીબ આદિવાસી મહિલા અને તેના અપંગ પુત્રનું જે ઘરના ઘરનું સપનું પૂરું કરવાના છે. તે ઘર અંદાજિત એકાદ લાખના ખર્ચે બનશે. જેનો તમામ ખર્ચ નગરસેવક પોતે ઉઠાવશે. તેમનું પ્રણ છે કે દર વર્ષે મોદીજીના જન્મ દિવસે એક ગરીબ પરિવારને ઘરનું ઘર આપવું. જે અનુસંધાને તે 2 વરસથી આ સેવાકીય પ્રવૃત્તિ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી ગરીબ પરિવારને મદદરૂપ થયાની ખુશી વ્યક્ત કરે છે.



Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close