અદાલતોમાં કેસોનું ભારણ ઘટે તથા નાગરિકોને સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી લોકઅદાલતોનું આયોજન કરવામાં આવ્યું.

શનિવારના રોજ પારડી શહેરમાં આવેલી સિવિલ કોર્ટ ખાતે નેશનલ લોક અદાલત યોજવામાં આવી હતી જેમાં પ્રિન્સીપલ સિવિલ જજ અને જ્યૂડી.મેજી ફસ્ટ કલાસ એ.એમ. શુકલા તેમજ એ.ડી સિવિલ જજ અને જ્યૂડી.મેજી. ફસર કલાસ વી.એ ઠક્કરની ઉપસ્થિતિમાં લોકઅદાલતની શરૂઆત થઈ હતી.
જેમાં પ્રોહીબીશન, એક્સિડન્ટ, ડોરમેટ, આઈપીસી સહિતના વિવિધ 347 કેસો લોકઅદાલતમાં લેવાયા હતા જે પૈકી 183 કેસોનો સુખદ નિકાલ કરાયો હતો જ્યારે બેંક ઓફ બરોડાના ગ્રામીણ બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિય. GEB, ને લગતા 183 કેસોમાં 59.62.701ની રિકવરી કરાઇ હતી. આ લોકઅદાલતમાં સિનિયર વકીલ ભરતભાઈ પટેલ, મહેશ ભટ્ટ, સાથે દેવેશ ભટ્ટ, અશ્વિન પંડ્યા, ભાર્ગવ પંડ્યા નિલ શેઠ, સહિત વકીલોની ઉપસ્થિતિ રહીને સફળ બનાવવા પ્રયત્નો કર્યા હતા.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close