વાપી રેલવે સ્ટેશન પૂર્વે કોઇ ચોર ઇસમ તેમની રોકડા રૂપિયા 2 લાખ અને દસ્તાવેજ ભરેલી બેગની ઉઠાંતરી કરી ગયા વાપી રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

મુંબઇના વેપારીની શુક્રવારે રાત્રી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઇ જઇ રહ્યા હતા ત્યારે ટ્રેનમાંથી કોઇ ઇસમ તેમની 2 લાખ રોકડ ભરેલી બેગની ઉઠાંતરી કરી ગયું હતું. આ બનાવ અંગે વાપી રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.\nનવી મુંબઇ સ્થિત નેરૂલ પશ્ચિમમાં યોગીરાજ એપાર્ટમેન્ટમાં રહેતા અને ટાઇલ્સનો વ્યવસાય કરતા હિતેશ રામજીભાઇ ગામી ગુરૂવારે રાત્રીએ કચ્છના સામખ્યાલી સ્ટેશનેથી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઇ આવવા માટે મુસાફરી કરી રહ્યા હતા.
તેઓ સ્લીપર કોચમાં યાત્રા કરી રહ્યા હતા એ દરમિયાન રાત્રીના સુમારે તેમની બર્થ ઉપર સુઇ ગયા હતા. આ દરમિયાન વાપી રેલવે સ્ટેશન પૂર્વે કોઇ ચોર ઇસમ તેમની રોકડા રૂપિયા 2 લાખ અને દસ્તાવેજ ભરેલી બેગની ઉઠાંતરી કરી ગયા હતા. આ દરમિયાન તેમને ધ્યાનમાં આવતા ચેઇન પુલિંગ કરીને ટ્રેન રોકીને તપાસ પણ કરી હતી જોકે, તસ્કરોનો કોઇ પત્તો ન લાગતા તેમણે વાપી રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close