News
ઇગલ ગોલ્ડ ચીક્કી કંપનીમાં 10 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. જેમાં જાનહાની ટળી હતી.
વાપી નજીક મોરાઈ ગામ ખાતે આવેલ આર. કે. ગૃહઉદ્યોગ સંચાલિત ઇગલ ગોલ્ડ ચીક્કી કંપનીમાં 10 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. જેમાં જાનહાની ટળી હતી. પરંતુ આગને કારણે કંપનીમાં રહેલ મશીનરી, રો-મટિરિયલ અને તૈયાર માલ મળી અંદાજિત દોઢ કરોડનું નુકસાન થયું હતું.
ઇગલ ગોલ્ડ નામની ચીક્કી બનાવતી ફેક્ટરી માં આગ લાગતા શરૂઆતમાં અફરાતફરી નો માહોલ ઉત્પન્ન થયો હતો. ભીષણ આગ લાગ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપની સંચાલકે અને કામદારો એ સમય સુચકતા વાપરી કામદારો ને બહાર કાઢ્યા હતાં. જ્યારે થોડો ઘણો તૈયાર ચિક્કીની પ્રોડકટ અને રો મટિરિયલ્સ પણ બહાર કાઢી તાત્કાલિક વાપી ફાયર, તેમજ નજીકની વેલસ્પન કંપનીના ફાયરને પણ જાણ કરતા અંદાજિત 8 જેટલા ફાયર ફાઈટરોની ટીમે ઘટના સ્થળે આવી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
Previous article
Next article
Leave Comments
Post a Comment