‘ગહેરાઇયાં’ના પ્રમોશનમાં ટૂંકો ડ્રેસ અનન્યાને બીજીવાર ભારે પડ્યો, ટ્રોલ્સે કહ્યું, ‘એક્ટ્રેસની કપડાં સાચવવાની સ્ટ્રગલને સલામ!’

સમગ્ર દેશમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ પણ આવનારા દિવસોમાં ઠંડીનો પારો આવો જ રહેશે. હાલ અમુક સેલિબ્રિટીને જોઈને એવું લાગી રહ્યું છે કે ઠંડી તો ખાલી આપણને જ પડી રહી છે! અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને દીપિકા પાદુકોણ હાલ તેમની અપકમિંગ ફિલ્મ ‘ગહેરાઈયાં’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન બંને એક્ટ્રેસનાં ટૂંકાટચ કપડાં જોઈને ટ્રોલર્સને મજા પડી ગઈ છે. અનન્યા પાંડે હાલમાં રેડ કલરના મિની ડ્રેસમાં જોવા મળી.
કેમેરા સામે ડ્રેસ નીચેની તરફ ખેંચી રહી હતી
આ ટચૂકડા ડ્રેસને લીધે અનન્યા જોરદાર ટ્રોલ થઈ રહી છે. કેમેરાની સામે એક્ટ્રેસ વારંવાર તેનો ડ્રેસ નીચે ખેંચીને સરખો કરી રહી હતી. એક યુઝરે કહ્યું, ‘એક્ટ્રેસની સ્ટ્રગલને સલામ.’ બીજા યુઝરે લખ્યું, ‘જે આઉટફિટ અનકમ્ફર્ટેબલ હોય એ પહેરવાનો મતલબ જ શું?’ અન્ય યુઝરે લખ્યું, ‘સ્ટ્રગલ ક્વીનને કપડાં સાચવવામાં પણ સ્ટ્રગલ કરવી પડે છે.’
થોડા દિવસ પહેલાં ફિલ્મના કલાકારો તથા ડિરેક્ટર શકુન બત્રા મુંબઈના બ્રાંદ્રામાં ફિલ્મ પ્રમોશન કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન અનન્યા પાંડે બ્રાઉન સ્ટ્રેપલેસ બ્રાલેટ તથા જોગર્સમાં જોવા મળી હતી. ગાર્ડન અને વધુપડતો પવન હોવાને કારણે અનન્યાને પ્રમોશન દરમિયાન ઠંડી લાગવા લાગી હતી. અનન્યાને ધ્રૂજતી જોઈને સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાનો કોટ અનન્યાને આપી દીધો હતો.
અનન્યા પાંડેને ઠંડી લાગતી હોય એવી તસવીરો ને વીડિયો સોશિયલ મીડિયામાં ઘણા જ વાઇરલ થયાં હતાં. સો.મીડિયા યુઝર્સે અનન્યાને ઘણી જ ટ્રોલ કરી હતી. કેટલાક યુઝરે કહ્યું હતું કે ઘરની બહાર નીકળતી વખતે વાતાવરણ કેવું છે, એ જોઈને નથી નીકળતી? અન્ય કેટલાકે કહ્યું હતું કે ઠંડીમાં પહેરવા માટે કપડાં નહોતાં? અન્ય એકે વળી એવી કમેન્ટ કરી હતી કે જો ઠંડી હતી તો ફેશનના નામે આવાં કપડાં કેમ પહેર્યાં?
તાજેતરમાં ફિલ્મ 'ગહેરાઈયાં'ના પ્રમોશનમાં દીપિકા પાદુકોણ એકદમ અલગ જ લુકમાં જોવા મળી હતી. ખાસ વાત એ છે કે આ નવા લુકને અલગ કરવા માટે દીપિકાએ માત્ર શરીરને ઢાંકવા માટે બ્લેઝર પહેર્યું હતું. આ વખતે પ્રમોશન માટે દીપિકાએ લંડનબેઝ્ડ ફેશન ડિઝાઈનર ડેવિડ કોમા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલું બ્લેઝર પસંદ કર્યું હતું. આ બ્લેઝરની કિંમત 90 હજાર રૂપિયાની આસપાસ છે.
ફિલ્મ ‘ગહેરાઈયાં’માં દીપિકા, સિદ્ધાંત, અનન્યાની સાથે ધૈર્ય કાર્વા પણ જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન શકુન બત્રાએ કર્યું છે અને ફિલ્મને પ્રોડ્યુસ કરણ જોહરે કરી છે. આ ફિલ્મ 11 ફેબ્રુઆરી 2022ના રોજ અમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.
આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close