News
ભિલાડથી ચોરીના રેલવેના લોખંડના પોલ સાથે ટ્રેલર ચાલકને વલસાડ પોલીસે ઝડપ્યો, 34 લાખનો મુદ્દામાલ જપ્ત
વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ધમડાચી હાઇવે ઉપરથી ભિલાડથી સુરત તરફ જતા એક ટ્રેલર (નં.GJ-21-Y-9378)ને અટકાવી ચેક કરતા ટ્રેલરમાંથી રેલવેના 30 પોલ અને ટ્રેલર મળી કુલ 34 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. વાપી GRPની ટીમને આરોપીને સોંપી આગળની તપાસ GRPની ટીમને સોંપી છે.
વલસાડ SP ડો રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન વલસાડ રૂરલ પોલીસ મથકના ઇન્ચાર્જ PSI S.B. ઝાલા અને રૂરલ પોલીસ મથકના ASI ચંદુભાઇ સુરપાલસિંહ અને HC દિનેશભાઇ અને અન્ય પોલીસ જવાનો સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન ટીમને મળેલી બાતમીના આધારે વાપી તરફથી આવતું એક ટ્રેલર નં. (GJ-21-Y-9378)માં બિલ વગર લોખંડના પોલ ભરી સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી.
મળેલી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસ મથકના ASI ચંદુભાઈ સુરપાલસિંહને મળેલી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસ મથકના ઇન્ચાર્જ PSI S.B. ઝાલા અને સથી પોલીસ જવાનીની ટીમે ધમડાચી હાઇવે ઉપર વોચ ગોઠવી બાતમીવાળું ટ્રેલર આવતા ટ્રેલરને અટકાવી ચેક કરતા ટ્રેલરમાં 30 જેટલા લોખંડના પોલ મળી આવ્યા હતા. વલસાડ રૂરલ પોલીસે ટ્રેલર ચાલક વિકાસ રામનરેશ રાયની પૂછપરછ કરતા લોખંડના 30 પોલ અંગે પૂછપરછ કરતા સંદીપ ગુપ્તા ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલકને જણાવ્યા અનુસાર ભિલાડ રેલવે ટ્રેક પાસેથી હાઈડ્રાની મદદ વડે ટ્રેલરમાં 30 પોલ લઈને અંકેલશ્વર તરફ જવા જણાવ્યું હતું.
Previous article
Next article
Leave Comments
Post a Comment