તા.૩૦મી જાન્‍યુઆરીથી ૧૩મી ફેબ્રુઆરી દરમિયાન સ્‍પર્શ રકતપિત્ત જનજાગૃતિ અભિયાન યોજાશે

માહિતી બ્‍યૂરોઃ વલસાડઃ તાઃ ૨૭: વલસાડ જિલ્લામાં રાષ્‍ટ્રીય રક્‍તપિત્ત નિમૂલન કાર્યક્રમ અંતર્ગત સ્‍પર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્‍પેઇન તા.૩૦/૧ /૨૦૨૨ થી તા.૧૩/૨/૨૦૨૨ દરમિયાન યોજાશે. જેઅંતર્ગત જિલ્‍લાના તમામ તાલુકાઓના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રોના તમામ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રકતપિત અંગે લોકોને જાણકારી આપવામાં આવશે.  
રકતપિત્ત જંતુજન્‍ય રોગ છે. રક્‍તપિત્તનું વહેલું નિદાન અને ત્‍વરિત સારવાર કરવામાં આવે તો સંપૂર્ણપણે મટી શકે છે. રકતપિત્તની શરૂઆતના ચિહ્‌નો જોઇએ તો, ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, સ્‍પર્શ જ્ઞાનનો અભાવ, ચામડી ઉપર ચાઠું એ રક્‍તપિત્ત હોઇ શકે છે. વહેલું નિદાન, નિયમિત અને પૂરતી બહુ ઔષધીય સારવારથી વિકૃતિ અટકાવી શકાય છે. તમામ સરકારી દવાખાનામાં વિના મૂલ્‍યે સારવાર ઉપલબ્‍ધ છે. રકતપિત્તગ્રસ્‍તો સન્‍માનપૂર્વક જીવી શકે તે માટે તેમનો સ્‍વીકાર કરી પ્રોત્‍સાહિત કરવા અનુરોધ કરાયો છે. રકતપિત્તનું નિદાન તથા સારવાર દરેક સરકારી દવાખાના/ પ્રાથમિક આરોગ્‍ય/ સામુહિક કેન્‍દ્ર ખાતે દરરોજ વિનામૂલ્‍યે કરવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી માટે જિલ્લા રક્‍તપિત્ત કચેરી, જિલ્લા પંચાયત, વલસાડનો રૂબરૂ અથવા ફોન નંબર ૦૨૬૩૨-૨૪૩૭૧૦ ઉપર સંપર્ક સાધી શકાશે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close