News
વલસાડ જિલ્લામાં ૫૮ જર્જરીત ગ્રામ પંચાયતોના નવા મકાન બનાવાશે જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ દ્વારા વહીવટી મંજુરી આપવામાં આવી
માહિતી બ્યુરોઃ વલસાડઃતા. ૨૭ -: રાજય સરકારના ઠરાવથી પાત્રતા ધરાવતી તમામ જર્જરીત અને ઘર વિહોણી ગ્રામ પંચાયતો માટે નવીન પંચાયત ઘર મનરેગા કન્વર્ઝન અંતર્ગત બનાવવા તથા પ્રવર્તમાન યુનિટ કોસ્ટ મુજબ સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી સત્તા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને સોંપવામાં આવી છે.
જે ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની દ્વારા મનરેગા હેઠળ-૪૮ તથા ૧૫માં નાણાપંચ હેઠળ-૧૦ ગ્રામ પંચાયત એમ કુલ-૫૮ ગ્રામ પંચાયતોને નવા મકાનોના બાંધકામની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં મટીરીયલ કોસ્ટ અંદાજે રૂ. ૧૩ લાખ તથા લેબર કોસ્ટ ૦૧ લાખ મળી કુલ ૧૪ લાખના ખર્ચ માટે જિલ્લા કક્ષાએ નવીન ડીઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ ડીઝાઇનમાં ગ્રામ પંચાયત ઓફીસની સાથે મીટીંગ હોલ અને તલાટી કમ મંત્રી રહેઠાણની સુવિધા પણ ઉપલબ્ધ થશે. આ પંચાયત ઘર બાંધકામ મનરેગા કન્વર્ઝન હેઠળ હાથ ધરાતાં મનરેગા હેઠળ ગામલોકોને રોજગારી મળવાની સાથે ગ્રામ પંચાયતને સુવિધાયુકત ગ્રામ સચિવાલય પ્રાપ્ત થશે, એમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત વલસાડ દ્વારા જણાવાયું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment