અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ: 38 દોષિતોને ફાંસી ની સજા,ગુન્હેગારોને મળી આકરી સજા,11 દોષિતો ને આજીવન કેદ

અમદાવાદના ઈતિહાસનો એ કાળો દિવસ. શનિવારની એ સાંજ 26મી જુલાઈ 2008નો એ દિવસ ક્યારેય કોઈ અમદાવાદી ન ભૂલી શકે.એક બાદ એક ઘડાકામાં કુલ 58 લોકોના બ્લાસ્ટમાં કરૂણ મોત નીપજ્યાં અને 240 લોકોને ઇજાઓ પહોંચી. 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરમાં જે 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા.
ખાડિયામાં 3, 
બાપુનગર 2, 
રામોલ 2 
અમરાઈવાડી 1, , 
વટવા 1, 
દાણીલિમડા 1, 
ઇસનપુર 1, 
ઓઢવ 2, 
કાલુપર 1, 
અમદાવાદ સિવિલ 1, 
નરોડા 2, 
સરખેજ 1, 
નિકોલ 1 અને 
ખાત્રજમાં 1. 
જેમાંથી રામોલ અને ખાત્રજમાં એએમટીએસની બસમાંથી જે બોમ્બ મળ્યા હતા તેને ડિફ્યૂઝ કરવામાં આવ્યા હતા.
અમદાવાદની સેશન્સ કોર્ટે અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આજે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે 49 દોષિતોમાંથી 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવાઈ છે.આ સિવાયના 11 દોષિતોને આજીવન કારાવાસ પણ ભોગવવો પડશે. અહેવાલ અનુસાર કોર્ટે ઈન્ડિય પીનલ કોડની કલમ 302 અને UAPA એક્ટ હેઠળ આ આકરી સજા સંભળાવી છે.

કોર્ટે બ્લાસ્ટ કેસમાં મૃતકના પરિવારને એક લાખ રૂપિયાનું વળતર આપવાના આદેશ આપવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તને 50 હજાર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર ચુકવવાના આદેશ કર્યા છે.. કોર્ટે આરોપીઓને 2.58 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો વળી આરોપી નંબર સાતને કોર્ટે 2.88 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટ દ્વારા કુલ 7 હજાર 15 પાનાંનો ચૂકાદો આપવામાં આવ્યો છે.

અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતની સજા સંભળાવવામાં આવી છે. બોમ્બ બ્લાસ્ટના 49 આરોપીઓમાંથી 38 દોષિતોને ફાંસની સજા સંભળાવવામાં આવી છે અને 11 દોષિતોને જીવે ત્યાં સુધી સજા સંભળાવવામાં આવી છે.

સરકારી પક્ષની દલીલ 1..
કોર્ટમાં દલીલ કરી હતી કે આ આંતકી કૃત્ય છે, જે સાબિત થઈ ગયું છે, જેને રેરેસ્ટ ઓફ રેર કેસ છે. નિર્દોષ લોકોએ ગુમાવ્યો છે જીવ, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, તેમના પરીવારજનોની સ્થિતિકોર્ટ ધ્યાનમાં લે …

તારીખઃ 26-7-2008, શનિવાર
સમયઃ સાંજે 6-10થી 8-05
શહેરમાં કુલ 22 સ્થળે વિસ્ફોટો

દોષિત આરોપીઓના નામ
2, ઇમરાન ઈબ્રાહીમ શેખ
3, ઇકબાલ કાસમ શેખ
4, સમસુદ્દીન શાહબુદ્દીન શેખ
5, ગ્યાસુદ્દીન અબ્દુલ અલીમ અન્સારી
6, મોહંમદ આરીફ મોહંમદ કાગઝી
7, મોહંમદ ઉસ્માન મોહંમદ અનીસ અગરબત્તીવાલા
8, યુનુસ મોહંમદ ભાઈ મન્સૂરી
9, કમરૂદ્દીન ઉર્ફે રાજા ચાંદ મોહંમદ
10, આમીલ પરવાજ કાજી સૌફૂદ્દીન
11, સિબલી ઉર્ફે સાબિત અબ્દુલકરીમ
12, સફદર જહીરૂદ્દીન નાગોરી
13, હાફીજ્હુસેન ઉર્ફે અદનાન ઉર્ફે તમીમ તાજુદ્દીન
14, મોહંમદ સાજીદ ઉર્ફે સલીમ ગુલામ ખ્વાજા મન્સૂરી
૧૫ અબુબસર શેખ
16, અબ્બાસ ઉંમર સમેજા
18, જાવેદ અહેમદ સગીર અહેમદ શેખ
20, અતિકુરરહેમાન ઉર્ફે અતીફ અબ્દુલહકીમ ખીલજી
21, મહેંદીહસન ઉર્ફે વિક્કી અબ્દુલ અન્સારી
22, ઇમરાન અહેમદ ઉર્ફે રાજા
24, ઉંમર ઉર્ફે અશોક
25, સલીમ ભાઈ ઉર્ફે ઉંમર
28, અફઝલ ઉર્ફે અફસર મુતલીબ ઉસ્માની
30, મોહંમદસાદિક ઉર્ફે યાસીર ઉર્ફે ઇમરાન
૩૧, મહંમદ આરીફ બદરુદ્દીન શેખ
32, આસિફ ઉર્ફે હસન
35, રફીયુદ્દીન સરફૂદ્દીન કાપડિયા
36, મહંમદ આરીફ મિર્ઝા
37, કયામુદ્દીન ઉર્ફે મુસા કાપડિયા
38, મોહંમદસૈફ શેખ
39, જીસાન અહેમદ
40, ઝીયાઉર રહેમાન
42, મોહંમદ શકીલ લુહાર
43, અનિક સૈયદ
44, મોહંમદ અકબર ઈસ્માઈલ ચોધરી
45, ફઝલે રહેમાન દુરાની
46, મોહંમદ નૌસદ સૈયદ
47, અહેમદ બાવા બરેલવી
૪૮, ઇટી સૌનુદ્દીન મોહંમદ
49, સરફૂદ્દીન ઉર્ફે શરીફ
50, સૈફૂર રહેમાન અન્સારી
59, મોહંમદ અનસાર
60, સાદુલી ઉર્ફે હારીસ
63, મોહંમદ તનવીર પઠાણ
66, મોહંમદ સફીક અન્સારી
69, આમીન ઉર્ફે રાજા શેખ
70, મોહંમદ મોબીન સકુરખાન
74, મોહંમદઅબરાર મનીયાર
75, મોહમ્મદ રફીક આફ્રીદી
78, તોસીફખાન અતીફ પઠાણ

1થી 16 નંબર અને 18,19 નંબરના આરોપીઓને ફાંસીની સજા
20,28,31,32,36,37,38,39 નંબરના આરોપીઓને ફાંસી
40,42,44,45,47,49,50,60,63,69,70 અને 78 નંબરના આરોપીઓને ફાંસી

કોર્ટે કુલ 78માંથી 49 આરોપીઓને UAPA(અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન)) અંતર્ગત દોષિત જાહેર કર્યા હતા. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત UAPA અંતર્ગત 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. આ 49 પૈકીના 1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરી હોવાથી તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે બાકીના 29 આરોપીઓને કોર્ટે શંકાના આધારે નિર્દોષ જાહેર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, 26 જુલાઈ, 2008ના રોજ નદીપારના 20 વિસ્તારો શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યા હતા. શ્રેણીબદ્ધ 21 બોમ્બ ધડાકાઓમાં 56 લોકોના મોત થયા હતા અને 250 કરતાં પણ વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી. આ કેસમાં તમામ આરોપીઓને કલમ 302 અને 120 અંતર્ગત દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને 302ની કલમ હેઠળ આજીવન કેદ કે મૃત્યુ દંડની સજા આપવાની જોગવાઈ છે.

આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close