News
ચણવઇ ખાતે પીસી એન્ડ પીએનડીટી વર્કશોપ યોજાયો
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા. ૧૭: વલસાડ જિલ્લા પંચાયત દ્વારા એ.એક્ષ.એન. રીસોર્ટ, ચણવઇ ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. વર્કશોપ યોજાયો હતો.
આ વર્કશોપ અંતર્ગત પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટના ક્ષતિરહિત અમલીકરણ થાય તે હેતુસર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. ગર્ભસ્થ શિશુના જાતિ પરિક્ષણ અટકાવવા અને સમાજમાં પુરુષ અને સ્ત્રીનું સમતોલન જળવાઇ રહે તે માટે ઘડવામાં આવેલા એકટનું જિલ્લામાં સુચારુ અમલીકરણ થાય તે માટે ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરીટી અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ તેમજ કવોલીટી એશ્યોરન્સ ઓફિસર વલસાડ દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
આ એક્ટના અમલીકરણ અંગે પણ જરૂરી સમીક્ષા કરી વલસાડ જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન. ડી.ટી. એકટ હેઠળ નોંધાયેલી ૧૧૭ સંસ્થાઓમાં થતી નાની-મોટી ક્ષતિઓ નિવારવા માટે તથા એક્ટની જોગવાઇઓ અને નિયમોના ચુસ્તપણે અમલીકરણ થાય તે માટે ઉપયોગી સૂચનો કરવામાં આવ્યાં હતાં. કવોલીટી એશ્યોરન્સ મેડીકલ ઓફિસર ડો. સંદિપ નાયકે આભારવિધિ આટોપી હતી. આ વર્કશોપમાં આરોગ્ય શાખાના અધિકારી અને સંલગ્ન કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment