દેગામ ગામે સ્‍મશાનગૃહનું ખાતમુહૂર્ત પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્‍તે સંપન્ન

માહિતી બ્‍યુરોઃ વલસાડ તા.૧૯: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના દેગામ ગામે રૂ.૫ લાખના ખર્ચે નિર્માણ થનારા સ્‍મશાનગૃહનું ખાતમુહૂર્ત કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્‍તે કરાયું હતું.
 આ અવસરે પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, ન્‍યુ ગુજરાત પેટર્ન હેઠળ બનનારા આ સ્‍મશાનગૃહ વિવિધ સમાજના લોકોને ઉપયોગી નીવડશે. અહીંના પ્રજાનોની જરૂરીયાતોને ધ્‍યાને લઇ દેગામને જોડતા રસ્‍તાઓ મુખ્‍યમંત્રી સડક યોજના સહિત વિવિધ યોજનાઓ હેઠળ બનાવવાનું આયોજન કરાશે, તેમ તેમણે જણાવ્‍યું હતું. ખેતી અને બાગાયત યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી તેનો લાભ લેવા જણાવ્‍યું હતું.
આ અવસરે વાપી તાલુકા પંચાયત પ્રમુખ વાસંતી બેન, દેગામ સરપંચ જયાબેન પટેલ, કવાલ સરપંચ મનોજભાઈ પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર, અગ્રણી સુરેશભાઈ પટેલ, રજનીભાઇ, નગીનભાઈ, તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્‍યો, ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close