યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિમાં ફસાયેલા દમણની યુવતીએ મદદ માટે મોકલ્યો વીડિઓ

યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. જેને લઈને ત્યાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓમાં ગભરાટ નો માહોલ છે. હવાઈ હુમલાને લઈને વિદ્યાર્થીઓએ અને ભારતમાં રહેતા તેમના પરિવારજનોએ ભારત સરકાર પાસે મદદ માંગી છે. આવી જ દમણની યુવતી માનસી શર્માએ પણ એક વીડિઓ મોકલી ભારત સરકાર પાસે મદદની અપીલ કરી છે.
સંઘપ્રદેશ દમણમાં આવેલ દુણેઠાની ડ્યુન્સ રેસિડેન્સીમાં રહેતા શર્મા પરિવારની દીકરી માનસી શર્મા હાલ યુક્રેન માં અભ્યાસ કરી રહી છે. માનસી શર્મા યુક્રેનમાં આવેલ ઇવાન ફ્રેન્કો નેશનલ યુનિવર્સિટી ઓફ લવીવ (Ivan Franko National University of Lviv)માં અભ્યાસ કરે છે.
દમણના દુણેઠાની માનસી શર્માએ આજે એક વીડિઓ મોકલી જણાવ્યું છે કે ઇન્ડિયન એમ્બેસી તેમને મદદ કરે વિડીઓમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે અહીં એટેક થઈ રહ્યા છે. શુ કરવું શું ન કરવું તે સમજ પડતી નથી. ભારત સરકારને વિનંતી છે કે તેમને મદદ કરે. ભારત આવવા માટે કોઈ ઉપાય બતાવે. યુક્રેનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અને અહીં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. ઉલ્લેખનીય છે કે યુક્રેન માં રશિયા એ આક્રમણ કર્યું છે. જેમાં કેટલાક સેન્ય થાણા અને એરપોર્ટ પર હુમલો કરી મોટાપાયે નુકસાન પહોંચાડ્યું છે. બને દેશ વચ્ચે વણસેલી યુદ્ધની સ્થિતિમાં ભારતના ઘણા નાગરિકો યુક્રેનમાં ફસાયા છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close