શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવ(વાપી) માં ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવ વાપી દ્વારા સંકુલના તમામ સ્ટાફ માટે સંસ્થામાં ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૩૦૦ જેટલા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફે લાભ લીધો હતો. આઝાદી કા અમૃત મહોત્સવના ઉપલક્ષમાં અને સેલ્યુટ તિરંગા ટીમ ગુજરાત આયોજિત આ કેમ્પમાં શ્રી આર.એમ.ડી. આયુર્વૈદિક કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલ અને મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડો. રાજેશ રતાણી, એન.એન.એસ. ઇન્ચાર્જ ડો.યશેશ પટેલ, નોડલ ઓફિસર અને સવાસ્થ્ય પ્રશિક્ષક ડો. આદિત્ય ભટ્ટ, પંચકર્મ નિષ્ણાત ડો. નિકુંજ ઠક્કર, ગાયનેક ડો. ચાંદની કેસી તથા અન્ય મેડીકલ સ્ટાફ હાજર રહી દરેક શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફના બ્લડ ટેસ્ટ કરી આરોગ્ય નિદાન કરી જેમને જરૂર જણાઈ તેમને નિઃશુલ્ક દવા પણ આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય સંરક્ષક પૂ. કપિલ સ્વામીના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ડાયરેક્ટર ડો. શૈલેશ લુહાર, શ્રી હિતેન ઉપાધ્યાય તથા ફાર્મસી કોલેજ પ્રીનીસીપાલ ડો. સચિન નારખેડે દ્વારા થયું હતું. સંસ્થામાં કાર્યરત તમામ કર્મચારીઓની આરોગ્યની કાળજી લેતા આ કેમ્પનું આયોજન થયું હતું.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close