પારડી તાલુકાના અરનાલા પંચાયતનું બજેટ નામંજુર કરવા TDOને રાવ

પારડી તાલુકાના અરનાલા પંચાયતના 6 સભ્યોએ પંચાયતનું 2022-23નું અંદાજપત્ર નામંજુર કરવા સોમવારે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂ આતમાં માગ કરી છે. બજેટ નામંજુર થાય તો પંચાયત સુપરસીડ થવાની સંભાવના છે. જો કે કેટલીક પંચાયતમાં સરપંચની વિરુધ્ધની પેનલના સભ્યો વધુ ચૂંટાતા આ પ્રકારની સ્થિતિ ઉદભવી રહી છે.
પારડી તાલુકાના અરનાલા પંચાયતના સભ્ય ગિરિશભાઇ ઝવેરભાઇ પટેલ,વિભુતિબેન ચંપકભાઇ પટેલ,શૈલેષભાઇ લક્ષ્મણભાઇ પટેલ,પુષ્પાબેન મનોજભાઇ ગાંગોડે ,સિદ્રીક અબ્દુલ્હફીઝ તાઇ અને ભીખીબેન મોહનભાઇ નાયકાએ તાલુકા વિકાસ અધિકારીને સોમવારે લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે અરનાલા ગ્રામ પંચાયમાં ચૂંટાયેલા સભ્યોને 2022-23ના અંદાજપત્ર માટે વાંધો છે. જેથી પંચાયતનું આગામી બજેટ નામંજુર કરવાની માગ કરી છે.પંચાયતના છ સભ્યોએ બજેટ નામંજુરની લેખિતમાં અરજી કરતાં હવે પંચાયતનું બજેટ મંજૂર થવું મુશ્કેલ છે. જેને લઇ આગામી દિવસોમાં શું સ્થિતિ બદલાઇ છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close