News
શ્રી ઘનશ્યામ વિદ્યામંદિરમાં વર્ષાગીત સ્પર્ધાની ઉજવણી કરાઈ
શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવ દ્વારા વર્ષાગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં તમામ શિક્ષકોના સહયોગથી કરવામાં આવ્યું હતું .હાલમાં વરસાદની મોસમ ચાલી રહી છે વર્ષાની હેલી માનવ હૈયાને આનંદ અને ઉત્સાહથી ભરી દે છે .પ્રકૃતિ દેવી પણ જાણે લીલુડી સાડી પહેરે છે ત્યારે આવા આહલાદક વાતાવરણમાં વર્ષાગીત અનેરો ઉલ્લાસ રેલાવી દે છે .તો વરસાદના મેઘમલ્હારની સાથે આયોજિત આ વર્ષા ગીત સ્પર્ધામાં ધોરણ ૧ થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો .અને સરસ મજાના ગીતો રજૂ કર્યા હતા .
સ્પર્ધામાં વિજય થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ , દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા .જેમાં
ધો . ૧ માં દિત્યા જે નાંડોળા ,
ધો . ૨ માં આરવી પી પટેલ,
ધો.3 માં રીવા આર વાઘમશી ,
ધો . ૪ માં નીધી આર ચોચા ,
ધો . ૫ માં પંક્તિ અને તેનું વૃંદ ,
ધો . ૬ માં યુગ અને તેનું વૃંદ ધો .
૭ માં વૃત્તિ વાય પટેલ ધો .
૮ માં ખુશી એચ પટેલ અને તેનું વૃંદ જયારે ધો ૯ થી ૧૨ માં ઓમ દામા નું વૃંદે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતાં વિજેતા થયેલ
સર્વે વિદ્યાર્થીઓને મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજી ,તમામ ટ્રસ્ટીગણો ,ડિરેક્ટર ડૉ.શૈલેષ લુહાર,એડમીન ડિરેક્ટર હિતેન ઉપાધ્યાય , આચાર્ય ચંદ્રવદન પટેલ અને તમામ શિક્ષકો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા .
Previous article
Next article
Leave Comments
Post a Comment