News
એક તરફ ઉપરોક્ત કાર્ય સામાન્ય લોકોનું કરતા નથી અને બીજી તરફ સતત જોડાયેલા લોકો અને મૂડીપતિઓનું કામ થોડા સમય અને ગણતરી ના દિવસોમાં થઈ રહ્યું છે. સાથે સાથે અમને એવી પણ ફરિયાદ મળી છે કે આપણી કલેક્ટર કચેરી હવે મંડીમાં પરિવર્તિત થઈ ચૂકી છે, જ્યાં દરેક કામ માટે ભાવ નક્કી કરવામાં આવે છે. ઉપરોક્ત કિંમત ન ચૂકવી શકે એવા વ્યક્તિઓ નું કામ અટકાવી દેવામાં આવે છે, ઉપરોક્ત કામ માટે લોકોને ઓફિસે બોલાવવામાં આવે છે અને કલાકો સુધી બેસાડી પરત મોકલી દેવામાં આવે છે. હવે એવી ફરિયાદો મળી રહી છે કે પૈસાની લેવડ-દેવડમાં પણ કોઈ શરમ રાખ્યા વગર માંગણી કરવામાં આવી રહી છે. ફરિયાદ એવી પણ છે કે અમારા દમણ કલેક્ટર ઓફિસ સમય દરમિયાન ઓફિસમાં પણ મળતા નથી. કલેક્ટર અને તેમના અધિકારીઓના કામના સમય ગાળો નક્કી કરવા જોઈએ જેથી લોકોને હલકી થી મુક્તિ મળે.
સંઘપ્રદેશ દમણની કલેક્ટર કચેરીમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો અમને વારંવાર મળી રહી છે અને "પૈસા ફેંકો અને તમાસો જુઓ" જેવી સ્થિતિ સર્જાઈ રહી છે :- સાંસદ પટેલ ઉમેશભાઈ પટેલ
દમણ અને દીવના મીડિયા પ્રભારી ઉપેન્દ્ર કેશવ :- દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે કલેક્ટર અને રજિસ્ટ્રાર અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર થઈ રહ્યા નો આક્ષેપ લગાડતા દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ ના પ્રશાસક શ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલા ને પત્ર પાઠવી માહિતગાર કર્યા.સાંસદજી એ પત્ર દ્વારા કહ્યું ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવા માંગું છું કે આપણા સંઘપ્રદેશ દમણની કલેક્ટર કચેરીમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો અમને વારંવાર મળી રહી છે, છેલ્લા ત્રણ-ચાર વર્ષોમાં મોટા ભાગના ગરીબ અને લાચાર લોકો ના કામો થતા જ નથી. મોટા ભાગે ગરીબોની જમીનના તો N.A. થઈ રહી છે, અને ન તો વેચાણની પરવાનગી મળી રહી છે, ન તો મ્યુટેશન થઈ રહ્યું છે, જોવા જેવી વાત તો એ છે કે રજિસ્ટ્રાર કચેરીમાં મિલકતની નોંધણી (રજિસ્ટ્રી) માટે પણ 15-15 દિવસ સુધી રાહ જોવી પડે છે. સબ રજીસ્ટ્રાર કચેરીમાં રજીસ્ટ્રેશન એકટ અને સ્ટેમ્પ એક્ટ માં આપવામાં આવેલ છૂટનું બિલકુલ પાલન કરવામાં આવતું નથી અને સબ રજીસ્ટ્રાર દસ્તાવેજો કરવા માટે લોકો પાસેથી વિવિધ પ્રકારના દસ્તાવેજોની માંગણિ કરી રહ્યા છે જે બિલકુલ બિનજરૂરી અને છે, અને તે બિલકુલ સબ રજીસ્ટ્રારના અધિકારક્ષેત્રની બહાર છે. તેઓ પ્રક્રિયા ની વિરુદ્ધ જઈને કાર્ય ને અંજામ આપી રહ્યા છે, અને એવા દસ્તાવેજોની માંગણી કરે છે જે બિલકુલ શક્ય ન હોય, સંબંધિત અધિકારી ઇરાદા પૂર્વક નોંધણી પ્રક્રિયામાં વિક્ષેપ પાડી રહ્યા છે અમને વારંવાર રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા ની ફરિયાદો મળી રહી છે કે અને "પૈસા ફેંકો અને તમાસો જુઓ" જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
આપને વિનંતિ છે કે આ બાબતે તાત્કાલીક સંજ્ઞાન લઈ ફરિયાદની તાત્કાલિક અસરથી તપાસ કરી ભ્રષ્ટાચાર તાકીદે બંધ કરવામાં આવે અને ભ્રષ્ટાચારમાં દોષિત અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
Previous article
Next article
Leave Comments
Post a Comment