News
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સલવાવની શિક્ષણક્ષેત્રે અનોખી પહેલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૦૨૬થી સ્કુલ ફોર એક્સેલન્સનો પ્રારંભ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સલવાવમાં ધો. ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહનાનાં વિદ્યાર્થીઓ માટે મેડીકલ અને એન્જીનીયરીંગ ક્ષેત્ર આગળ વધવા માટે સ્કુલ ફોર એકસલન્સની નવી શરૂઆત કરવા જઈ રહી છે.
વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ધો. 12 પૂર્ણ કર્યાની સાથે એન્જીન્યરીગ કોલેજમાં પ્રવેશ માટે JEE તથા મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે NEET ની પ્રવેશ પરીક્ષા ફરજીયાત છે. વલસાડ જીલ્લાના વિદ્યાર્થી ધો. 12 બોર્ડની પરીક્ષાની તૈયારી સ્કુલ શિક્ષણમાં કરતા હોય પરંતુ આ પ્રવેશ પરીક્ષા માટે કોઈ વિશેષ તૈયારી કરી શકતા નથી. વળી તેમને યોગ્ય માર્ગદર્શન પણ મળતું નથી. કેટલાક જાગૃત અને સાધન સંપન્ન વાલી પોતાના બાળકની આ જીલ્લામાં રહી જતી ખોટ પુરવા છેક કોટા રાજસ્થાન સુધી બાળકને અભ્યાસ માટે મુકે છે. ઘણીવાર બાળક ઘરથી દુર અસામન્ય પરિસ્થિતિમાં મુકાય જતું હોય છે. આવા સંજોગોમાં વલસાડ જીલ્લામાં પ્રથમવાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં સ્કુલ ફોર એકસલન્સની નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૦૨૬નાં પ્રારંભ કરવા જઈ રહ્યા છે. આ વિશેષ વ્યવસ્થામાં વિદ્યાર્થીને ધો. ૧૧ અને 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડની તૈયારી સાથે JEE અને NEET પૂર્ણ તૈયારી કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓને સંપૂર્ણ કોટા સિસ્ટમથી નીટ અને જેઈઈની તૈયારી કરાવવામાં આવશે. શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સલવાવનાં મેનેજીંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજીનાં સાંનિધ્યમાં અને એકેડમિક ડાયરેક્ટરશ્રી ડૉ. શૈલેષ લુહારનાં માર્ગદર્શન હેઠળ શરૂ થઈ રહેલી આ સ્કુલ ફોર એક્સલન્સમાં વિદ્યાર્થીઓને એક જ સંકુલ (કેમ્પસ)માં સ્કુલ અને કોચીંગ બંને સાથે મળી રહેશે તેમજ કોટા સિસ્ટમનાં જ શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને જેઈઈ અને નીટની તૈયારી કરાવવામાં આવશે. વધુમાં આરામદાયક વાતાવરણમાં ટેકનોલીજીથી સજ્જ ડિજીટલ થ્રી ઈન વન પેનલ ઉપર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવશે.
નીટ અને જેઈઈની સાપ્તાહિક ટેસ્ટ એક્સપર્ટ ટેસ્ટ સીરીઝ દ્વારા લેવામાં આવશે.
હવે વિજ્ઞાન પ્રવાહના ધો. ૧૧ અને ૧૨નાં વિદ્યાર્થીઓ નીટ અને જેઈઈની તૈયારી માટે પોતાના ક્ષેત્ર છોડી દિલ્હી, કોટા, મુંબઈ જેવા મહાનગરોમાં જવું નહિ પડે. હવે આ જ સલવત અને સંપૂર્ણ શ્રેષ્ઠ શિક્ષણ સાથે શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ વાપી પંથકમાં આવેલ સલવાવ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સલવાવ પરિસરમાં જ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ અને શ્રેષ્ઠ તાલીમ મળી રહેશે.
Previous article
Next article
Leave Comments
Post a Comment