વલસાડ જિલ્લા પોલીસને અંધારામાં રાખીને બુટલેગરો દ્વારા વાપી રેલવેમાં અને એસટી બસમાં દમણ બનાવટનો દારૂની હેરાફેરી પૂરજોશમાં ચાલી રહી છે વલસાડ જિલ્લા પોલીસ આ બાબતે ધ્યાનમાં લઇ અને દારૂની હેરાફેરી રોકે એવું લોક માંગ છે

વાપીથી પસાર થતી રેલવેની તમામ ગાડીમાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે વાપી પોલીસની આંખમાં ધૂળ જોકીને છુપા રસ્તાથી બેફામ રીતે દારૂની હેરાફેરી થઈ રહી છે સાથે સાથે વાપી એસટી ડેપોથી પણ ઘણા બુટલેગરો સક્રિય થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પોલીસની કોઈ રોકટોક વગર બિન્દાસ રીતે વાહનમાં નીકળી અને વાપી સ્ટેશન પહોંચે છે અને હાઇવે માર્ગેથી એસટી ડેપો સુધી પહોંચી બસમાં અને ટ્રેનોમાં દારૂની હેરાફેરી મોટા પ્રમાણમાં ચાલી રહી હોય જેને લઈને વલસાડ જિલ્લા પોલીસ સતર્ક થઈ અને આવા બુટલેગરોને ધરપકડ કરી જેલના સળિયા ગણાવતા કરી દે એવી લોકોની માંગ છે 
તાજેતરમાં જ સુરત અને નવસારી તેમજ અન્ય સ્ટેશનો ઉપર જનતા રેડમાં બુટલગરોને ખુલ્લા પાડવા માટે પબ્લિકે જનતા રેડ કરેલી જેમાં સાબિત થયેલું કે ટ્રેનો અને બસોમાં દારૂની હેરાફેરી થાય છે તો વલસાડ જિલ્લા પોલીસ સતર્ક થઈને આ બુટલેગરીના દારૂની હેરાફેરી રોકે તેવું લોકો ઈચ્છેરીયા છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close