વાપી મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા તા.૧૫/૦૩/ ૨૦૨૫ને શનિવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે સભાખંડમાં મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે.

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના નોટિફિકેશન નં. KV-11 of 2025-UDUHD/COC/e-file/18/2024/ 6141/P Section Dt.01-01-2025 થી વાપી નગરપાલિકા અને આજુબાજુમાં આવેલ ૧૧ ગામોને સમાવેશ કરી વાપી મહાનગરપાલિકા બનાવવામાં આવેલ છે. 
મહાનગરપાલિકા બન્યા બાદ મહાનગર પાલિકા દ્વારા નગરના વિકાસ માટે જરૂરી બજેટ પ્રસ્તુત કરેલ છે. જે બજેટમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ સમયસર અમલવારી થઈ શકે તે હેતુથી વાપી મહાનગરપાલિકાના વિવિધ વિભાગો દ્વારા જરૂરી આયોજન કરી આગામી એક વર્ષ દરમ્યાન કરવાના કામો અંગે એક રોડ મેપ તૈયાર કરવામાં આવેલ છે. જે કામે માન.શ્રી કનુભાઈ દેસાઇ, કેબિનેટ મંત્રીશ્રી, ગુજરાત સરકાર નાણાં,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ની અધ્યક્ષતમાં વાપી મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા તા.૧૫/૦૩/૨૦૨૫ને શનિવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે વાપી મહાનગરપાલિકાના સભાખંડમાં મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે અને ત્યારબાદ તે અંગેની માહિતી નગરજનો પણ સરળતાથી મળી રહે તે હેતુથી માન.શ્રી કનુભાઈ દેસાઇ,કેબિનેટ મંત્રીશ્રી, ગુજરાત સરકાર, નાણાં,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ દ્વારા બપોરે ૧૨.૦૦ કલાકે મહાનગરપાલિકાના સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલ છે જેમાં આપશ્રીને સમયસર હાજર રહેવા વિનંતી છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close