આસ્ક ઇવેન્ચર દ્વારા વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની સહાયતાથી વાપીમાં વીઆઇએ ગ્રાઉન્ડ ખાતે "Free Hit Vapi Turf" નું વીઆઇએ પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

આસ્ક ઇવેન્ચર દ્વારા વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની સહાયતાથી વાપીમાં વીઆઇએ ગ્રાઉન્ડ ખાતે "Free Hit Vapi Turf" નું વીઆઇએ પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
જેમાં ખેલાડીઓ માટે બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ જેવી રમતો માટે ઉચ્ચ સ્તરીય ટર્ફ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ ઉદ્દઘાટન કાર્યક્રમ વીઆઈએ ના પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી મગનભાઈ સાવલિયા, માનદમંત્રી શ્રી કલ્પેશભાઈ વોરા દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવ્યો, ત્યારબાદ ટર્ફને ખેલાડીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો, જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને રમત પ્રેમીઓએ ક્રિકેટની રમત રમી આનંદ લીધો હતો. 
આસ્ક ઇવેન્ચરના રાજેન પટેલે જણાવ્યું કે આ ટર્ફ ખેલાડીઓ, વિદ્યાર્થીઓ, ઉદ્યોગકારો અને કામદારોને એક અનન્ય પ્લેટફોર્મ પૂરું પાડશે. જેમાં બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ માટે ઉચ્ચસ્તરીય સુવિધાઓ સવારે 7 થી રાત્રે 12 સુધી આપવામાં આવશે. વીઆઇએ ના પ્રમુખ શ્રી સતિષભાઈએ જણાવ્યું કે વીઆઇએ દ્વારા હંમેશા લોકો સ્પોર્ટ્સમાં રુચિ દર્શાવે અને આગળ આવી ભાગ લે તે માટે અનેક કાર્યો થાય છે જેના ભાગરૂપે આજે આ ટર્ફનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે તે વાપી તથા તેની આસપાસના ક્ષેત્રના રમતપ્રેમીઓ માટે ઉત્તમ જગ્યા છે, જ્યાં મિત્રો, સમુદાય અને કોર્પોરેટ ટીમો સાથે રમત માણી શકશે અને સાથે સાથે પોતાના સ્વાસ્થ્યની પણ જાળવણી કરી શકશે. ઉપરાંત તેમણે આસ્ક ઇવેન્ચરના હોદ્દેદારોને આ ટર્ફમાં વિદ્યાર્થીઓ માટે કન્સેશન આપવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં વીઆઇએ ના માજી પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, વીઆઇએ ના ઇલેકટેડ મેમ્બર શ્રી કૌશિક પટેલ, વીઆઇએ ના એક્ઝિક્યુટિવ મેમ્બર્સ શ્રી જોય કોઠારી, શ્રી મનોજ પટેલ, શ્રી સુરેશ પટેલ, આસ્ક ઇવેન્ચરના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં રમત રસિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close