News
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ પદે શ્રી હેમંતભાઈ કંસારા રિપીટ કરાયા
દિવ્યેશ કૈલાશનાથ પાંડે મીડીયા કન્વીનર વલસાડ જિલ્લા ભાજપ દ્વારા :- દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના અદયક્ષ સ્થાને અને દેશના આદરણીય ગૃહમંત્રી, સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ,ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે.પી. નડડાજી ની વિશેષ ઉપસ્તીથીમાં કેન્દ્રીય પાર્લામેન્ટ ની બેઠક દિલ્હી ખાતે યોજાઈ હતી,જેમાં ગુજરાત ના ૩૩ જિલ્લાઓ માં જિલ્લા પ્રમુખ સહિત ૮ મહાનગરો ના પ્રમુખ પદ માટે જિલ્લાઓ ,મહાનગરો માં થી ઉમેદવારી કરનાર તમામ નામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી,
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની વરણી માટે જિલ્લાના ક્લસ્ટર પ્રભારી શ્રી જશવંતસિંહ ભાંભોર, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાજેશભાઈ દેસાઈ,ભાજપ જિલ્લા સહ ચૂંટણી અધિકારી શ્રી જીતેશભાઈ પટેલ, શ્રી ગણેશભાઈ બિરારી ની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ વલસાડ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ હોલ ખાતે વલસાડ જિલ્લા પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી જેમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માં પ્રમુખ પદે શ્રી હેમંતભાઈ કંસારા ને રિપીટ કરવામાં આવ્યા છે, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે શ્રી હેમંતભાઈ ફરી નિયુક્તિ ને લોકસભા ના દંડક વલસાડ-ડાંગ ના સાંસદ શ્રી ધલવભાઈ પટેલ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી
આ તબક્કેજિલ્લા ભાજપના આગેવાનો ,વિવિધ મોરચાના હોદ્દેદારોએ ફટાકડા ફોડી,મોઢું મીઠું કરાવી જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ ની નિયુક્તિ ને વધાવી લીધી હતી
Previous article
Next article
Leave Comments
Post a Comment