News
હંગામી ફટાકડા લાયસન્સ માટે તા. ૧૮ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે અરજી ફોર્મ સંબંધિત મામલતદાર કચેરીએથી વિના મુલ્યે મેળવી નિયત સમયમર્યાદામાં જમા કરાવવું
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૦ સપ્ટેમ્બર
આગામી દીવાળીના તહેવાર નિમિત્તે ૩૦ દિવસના હંગામી ફટાકડા લાયસન્સ માટે અરજદારોએ સંબંધિત મામલતદાર કચેરી ખાતેથી ફોર્મ મેળવી જરૂરી પુરાવા સાથે તા. ૧૮-૦૯-૨૦૨૩ સુધી (રજાના દિવસ સિવાય) કચેરી સમય દરમિયાન જમા કરાવવાનાં રહેશે. નીચે દર્શાવાયેલી જગ્યાઓ માટે અરજદારો અરજી કરી શકશે. આ સિવાયના કોઈ વિસ્તાર માટેની અરજીનો સ્થળ, સલામતી તથા ગુણદોષ તેમજ સરકારશ્રીની સ્થાયી સુચના અનુસાર તપાસીને નિકાલ કરવામાં આવશે.
(૧) પારડી નગરપાલિકા વિસ્તારના સ.નં.૭૫૫ વાળી જગ્યા (૩૦ દુકાન માટે)
(૨) વાપી નોટીફાઇડ એરીયા હસ્તકના બગીચા માટેના આરક્ષિત પ્લોટ, રામલીલા મેદાન (૬૦ દુકાનો)
(૩)ઉમરગામ નગરપાલિકા વિસ્તાર સ.નં.૨૬૨અ/પૈકી કુમારશાળાની બાજુમાં આવેલી ખુલ્લી જમીન વિસ્તારમાં (૧૫ દુકાન)
(૪) નાનાપોંઢા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં સ. નં.૭પ૮ (૩૫ દુકાન) અને ૬૫ ( ૪૦ દુકાનો) વાળી ખુલ્લી જગ્યા
(૫)ધરમપુર નગરપલિકા ધોબીધોવાણ વિસ્તારમાં આવેલી (સીટી સર્વે નં.૧૯૮૯)વાળી સરકરી ખુલ્લી જમીન (૩૦ દુકાન)
(૬)વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આવેલી ધ ચર્ચ ઓફ ધી બ્રધર્સ (સી.બી.હાઈસ્કુલ)નું ગ્રાઉન્ડ(૪૦ દુકાન)
(૭)વાપી નગરપાલીકાની બાજુમાં આવેલ મેદાન (૨૨ દુકાનો)
અરજીમાં નીચે મુજબની વિગતો સામેલ રાખવી:
- અરજી એક નકલમાં કરવી (કોર્ટ ફી રૂ।. ૩ (ત્રણ) સાથે)
- લાયસન્સ ફી રૂા ૯૦૦/- (નવસો પુરા) “૦૦૭૦ અધર એડમીનીસ્ટ્રેટીવ સર્વિસીસ, રીસીપ્ટ અન્ડર એકસ્પ્લોઝીવ એકટ''ના દરે જમા કરાવી અરજી સાથે મૂળ ચલન રજુ કરવાનું રહેશે.
- કુટંબના એ વ્યક્તિના નામે કાયમી લાયસન્સ હોય તો તેઓ બીજા વ્યક્તિ માટે અરજી કરી શકશે નહીં. કુટુંબની કોઈ વ્યક્તિ ફટાકડા લાયસન્સ ધરાવતા ન હોવાનો એકરાર રજૂ કરવો.
- અરજી સાથે નગરપાલીકા/ગ્રામ પંચાયત/નોટીફાઇડ અધિકારીની સંમતિ તથા સ્થળ સ્થિતિનો અધિકૃત નકશો હોવો જરૂરી છે.
- હંગામી સ્ટોલના સ્થળે ફાયર એકસ્ટીંગ્યુસર મુકવાનું રહેશે. તેમજ આગની સામે રક્ષણ માટે પુરતી વ્યવસ્થા કરવાની રહેશે. તથા તે સંબંધે સ્થળ પર ફાયર સેફ્ટી અંગે નિયત અધિકારીની પરવાનગી લેવાની રહેશે
- સ્ટોલના આગળ-પાછળ દરવાજો ફરજીયાત રાખવાનો રહેશે.
- અરજીમાં અરજદારના રહેઠાણના પુરાવા, નાણાકીય આયોજન વિગતો, ઇન્કમટેક્ષ/સેલ્સટેક્ષ ભરતા હોય તો તેની વિગતો રજૂ કરવાની રહેશે.
- દુકાનમાં આગ/આકસ્માતના બનાવો ન બને તે સંદર્ભે હંગામી વિમાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- અરજી સાથે અરજદારની હાલની પ્રવૃત્તિની વિગતો રજૂ કરવાની રહેશે.
- ૨૦૨૪ના વર્ષમાં ફટાકડાનો વેપાર કરેલ હોય તો જેટલા જથ્થાનો વેપાર કરેલ હોય તેટલા જથ્થાના આવક- જાવકના હિસાબોની નકલ તથા હંગામી ફટાકડા પરવાનાની નકલ રજૂ કરવાની રહેશે.
- અરજદારની સામે ગુનો નોધાયેલ નથી તે મુજબનો સ્થાનીક પોલીસ અમલદારનો દાખલો રજુ કરવાનો રહેશે.
- અરજી સાથે જરૂરી ના-વાંધા પ્રમાણપત્રો પણ સામેલ કરવાના રહેશે.
- સરકારશ્રી તેમજ એક્ષપ્લોઝીવ ડીપાર્ટમેન્ટની પ્રવર્તમાન જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
અરજી ફોર્મ સબંધિત મામલતદાર કચેરીનો સંપર્ક સાધી વિના મુલ્યે મેળવી શકાશે, તેમજ ભરેલ ફોર્મ સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ નિયત સમય મર્યાદામાં રજુ કરવાનું રહેશે. પ્લોટની સંખ્યા કરતા અરજીઓ વધુ હશે તો વહેલા તે પહેલાંના ધોરણે અરજીની ગુણવત્તા, અનુભવના આધારે ફંગામી પરવાનો મંજૂર કરવામાં આવશે. તેમ છતાં પરવાનો ઈસ્યુ કરવા સંબંધિત કચેરીનો નિર્ણય આખરી રહેશે જે અંગે કોઈ તકરાર કરી શકાશે નહી એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.ડી.ચુડાસમા દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment